Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં કંથારિયા નજીક વધુ એક પી.પી.ઇ. કીટ મળી આવતા સ્થાનિકોએ તેને સળગાવી નિકાલ કર્યો.

Share

ભરૂચ પંથકમાં વધુ એક પી.પી.ઇ. કીટ રઝળતી હાલતમાં મળી આવી છે. છેલ્લા માત્ર એક સપ્તાહનાં સમયમાં ચાર સ્થળોએથી પી.પી.ઇ. કીટ રઝળતી મળી આવતા લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પી.પી.ઇ. કીટ રઝળતી મળી આવવાનો સિલસિલો ફલશ્રુતિ નગરથી શરૂ થયો હતો. ત્યારબાદ જયોતિનગરનાં વળાંક પાસે તેમજ સેવાશ્રમ રોડ પાસેથી પણ પી.પી.ઇ. કીટ રઝળતી હાલતમાં મળી આવેલ પી.પી.ઇ. કીટને એક પશુ ખેંચી જતું હોય તેવા દ્રશ્યોનાં વિડીયો વાઇરલ થયા હતા. ત્યારબાદ ગણતરીનાં સમય પછી કંથારીયા નજીક આવેલ જીન્નત બંગલોઝ પાસેથી ખુલ્લામાંથી પી.પી.ઇ. કીટ રઝળતી હાલતમાં મળી આવી હતી. જેથી સ્થાનિકોમાં ફફડાટ મચી જતાં આખરે પી.પી.ઇ. કીટ સામાજીક આગેવાનોએ સળગાવી હતી. આમ ઉપરાચાપરી પી.પી.ઇ. કીટ મળી આવવાના બનાવો વધતાં લોકોમાં ભયની લાગણી ફેલાય ગઈ છે.

Advertisement

Share

Related posts

વિશ્વના ટોપ અબજોપતિઓની આવક ઘટવા લાગી, સંપત્તિમાં થયો મોટો ઘટાડો.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાનાં કોસમડી ગામની હદમાં આવેલ જમીન પર એક ભરવાડ દ્વારા વર્ષોથી દબાણ ખડકી દેવામાં આવ્યુ હતુ,જેને તંત્ર દ્વારા દૂર કરીને સરકારી જમીન ખાલી કરાવવામાં આવી હતી

ProudOfGujarat

પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી નો મામલો, ભરૂચ માં રજપૂત સમાજ દ્વારા કલેકટર ને અપાયું આવેદન પત્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!