ભરૂચનાં દશાશ્વમેધ ધાટ પાસે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. નર્મદા નદીનાં ઓવારા પર જવાના લકડીયા પુલ નીચેથી યુવાનનો મૃતદેહ નળી આવ્યો હતો. નદીમાં સ્નાન કરવા જતાં લોકોએ મૃતદેહ જોતાં પોલીસને જાણ કરી હતી. જેની તપાસ કરતાં તે યુવાનની ઓળખ થઈ હતી. યુવાનનું નામ વિશાલ મહેન્દ્ર વસાવા ઉં.22 તેઓ કાયમ બીમાર રહેતા હતા અને તેઓ કોઈ કામધંધો કરી શકે તેમ ન હતા. એકલવયું જીવન જીવતા હતા. આવા યુવાનની લાશ કયા સંજોગોમાં લકડીયા પુલ નીચેથી મળી આવી તે પણ એક તપાસનો વિષય બની ગયો છે. આ બનાવની તપાસ ભરૂચ સિટી પોલીસ કરી રહી છે.
Advertisement