Proud of Gujarat
Uncategorized

કોઈ વસ્તુની ખરીદી અથવા સેવા લીધી હોય તે ગ્રાહકો હવે જ્યાં રહેતા હોય કે જ્યાં કામ કરતાં હોય ત્યાંની જિલ્લા અથવા રાજ્ય ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરી શકાશે.

Share

જયાંથી કોઈ ચીજવસ્તુ ખરીદી અથવા સેવા લીધી હોય ત્યાં ફરિયાદ કરવાના બદલે સોમવારથી ગ્રાહકો તે જયાં રહેતા હોય કે કામ કરતા હોય ત્યાંની જીલ્લા અથવા રાજય ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરી શકે છે. સરકારે કન્ઝ્યુમર પ્રોટેકશન એકટની કેટલીક જોગવાઈઓ રાજયપત્રીત કરી છે જે સોમવારથી અમલી બનશે. ગ્રાહક પંચમાં વળતર માંગવા ફરિયાદ સાથે તે નિયમિત અદાલતોમાં પણ ઉત્પાદકો અથવા બનાવટી ચીજોના વેચાણકારો, વિતરકો સામે કેસ કરી શકશે. ગ્રાહકને હલકી ભેળસેળવાળી પ્રોડકટથી ઈજા થઈ ન હોય તો પણ 6 મહિનાની જેલ અને 1 લાખ સુધીના દંડની સામાન્ય અછત તો પણ શિક્ષા કરી શકે તેવી પણ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. ગ્રાહકને જે ગંભીર ઈજા થાય તો આ શિક્ષા 7 વર્ષ સુધીની જેલ અને પાંચ લાખના દંડ જેટલી પણ હશે. ગ્રાહક જો મૃત્યુ પામે તો અપરાધીને સાત વર્ષની જેલ અને એ પણ આગમન કાળાવાસ સુધી લંબાવવા સાથે 10 લાખથી ઓછો નહીં તેટલો દંડ થશે. ગ્રાહક બાબતોના સચિવ લીલા નંદને જણાવ્યું હતું કે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેકશન ઓથોરીટી અને ઈ-કોમર્સના કામકાજ સંબંધી જોગવાઈઓ આગામી એક-બે સપ્તાહમાં જાહેર થશે. જિલ્લા, રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક પંચો વ્યક્તિગત અથવા એક જૂથની ફરિયાદોનું નિવારણ કરી શકશે, પણ સીસીપીને પોતાની મેળે (સુઓ મોટો) તપાસ માટે કેસ પોતાના હાથમાં લેવાની અને કલાસ એકશન દાવાઓ નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશનને સોંપવાની સતા રહેશે. કલાસ એકશન દાવામાં મોટી સંખ્યાના ગ્રાહકો અવળી રીતે અસર પામ્યા હોય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ગ્રાહકોની ફરિયાદ મેળવવા અને ઉકેલ લાવવા નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન નંબર સામે નવી સીસીપીએ કામ કરશે. દર મહીને 50,000 ફરિયાદો મેળવનારી ગ્રાહક હેલ્પલાઈન ચોકકસ કંપની અથવા પ્રોડકટ સામે અવારનવાર ફરિયાદ અને ગ્રાહકોને વળતર આપવામાં વિલંબ જેવું વિશ્લેષણ શેર કરશે. મોટાભાગે સીસીપીએ ગ્રાહકોના વર્ગોની ફરિયાદ હાથ ધરશે. વ્યક્તિગત ફરિયાદો ગ્રાહક પંચોમાં થઈ શકશે. સરકારે ફરિયાદ ઈલેકટ્રોનીક માધ્યમો દ્વારા ફાઈલ કરવાની જોગવાઈ પણ કાયદામાં સામેલ કરી છે, પણ તેના અમલની ચોકકસ તિથિ હવે પછી જાહેર કરાશે. કાયદામાં ફરિયાદોની પરસ્પર સમજુતીથી પતાવટ માટે મધ્યસ્થી સેલ ઉભા કરવાની જોગવાઈ છે. ગંભીર ઈજા અથવા મૃત્યુમાં પરિણમી હોઈ એવી તબીબી બેદરકારી સંબંધી બાબતો મધ્યસ્થી સેલ હાથ નહીં ધરી શકે. એવી જ રીતે ગંભીર અને ફ્રોડ, બનાવટી દસ્તાવેજો, બનાવટ અને બળજબરીના આક્ષેપોવાળા કેસો પણ સેસ હાથ ધરી શકશે નહીં.

Advertisement

Share

Related posts

Thailand’s Best Beaches 2017. How Many Are in Phuket?

admin

અંકલેશ્વર શાંતિનગર મા આવેલ લાકડા માર્કેટ મા સવાર ના સમયે લાગેલ ભીંષણ આગ મા લાકડા નો મોટો જથ્થો બળી ને ખાખ.

ProudOfGujarat

નર્મદા ડેમના ગેટ બંધ કરવાથી ખેતીને નુકસાન થાય છે,નિરાકરણ લાવો:મનસુખ વસાવાનો નીતિન ગડકડીને પત્ર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!