ભરૂચ જિલ્લામાં અનલોકનાં બીજા તબક્કામાં કોરોનાનું સંક્રમણ રોકેટની ગતિએ થઈ રહ્યું છે દિવસે દિવસે કોરોનાં સંક્રમિત થનારા લોકોની સંખ્યા વધી રહી છે હાલ તો ભરૂચ અને અંકલેશ્વર શહેર તાલુકો કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા વધુ છે હવે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણ વધ્યું છે ત્યારે આજે ભરૂચ જિલ્લાના આઠ તાલુકાઓમાં કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા 47 ઉપર પહોંચી હતી. જેમાં ભરૂચ શહેર તાલુકામાં 15, આમોદ પંથકમાં 2, અંકલેશ્વરમાં 14, જંબુસર પંથકમાં 3, વાગરા પંથકમાં 1, હાંસોટમાં 1,વાલિયા 1, ઝધડીયા 1, નેત્રંગ 9 કોરોના દર્દીઓ નોંધાયા હતા. જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા વધી રહી છે. જિલ્લામાં આજ દિન સુધીમાં આ આંકડો 606 લોકો સુધી પહોંચી ગયો છે. આમ જિલ્લામાં સંક્રમણ થતાં હવે અનેક વિસ્તારોને કન્ટેન્મેન્ટ એરિયા જાહેર કરવાની ફરજ પડી છે. અંકલેશ્વર, ઝઘડિયા, હાંસોટ, વાગરા અને ભરૂચ તાલુકામાં અનેક વેપારીઓ પોતાની દુકાનો બે વાગ્યા સુધીમાં જ બંધ કરવા મજબૂર બન્યા છે. જીલ્લામાં આજે 35 દર્દીઓ સાજા થતાં તેમણે રજા આપવામાં આવી હતી.
ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાયરસનું અણુ બોમ્બ ફૂટયો હતો એકસાથે 47 જેટલા લોકોનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્લાનાં લોકોમાં કોરોના વાયરસને લઈને ફફડાટ વ્યાપી ગયો છે.
Advertisement