Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરનાં સોન તલાવડી વિસ્તારમાં એક કિશોરને વીજ પોલનો કરંટ લગતા તેનું મોત નીપજયું.

Share

ભરૂચનાં સોન તલાવડી વિસ્તારમાં રહેતા એક 13 વર્ષીય કિશોર નજીકમાં આવેલ નર્મદા માર્કેટમાં વીજ પોલ નીચે લધુશંકા કરી રહ્યો હતો તેવામાં વીજ કરંટ લગતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. આ અંગે ભરૂચ સિટી પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર ગતરોજ સાંજનાં આ બનાવ બન્યો હતો જેમાં સોન તલાવડી વિસ્તારમાં રહેતા પ્રથમ હાલાજી ઠાકોર ઉં.વર્ષ 13 જેઓ નજીકમાં આવેલ નર્મદા માર્કેટમાં વીજ પોલ પાસે લધુશંકા કરી રહ્યો હતો તે દરમ્યાન અચાનક વીજ પોલમાંથી કરંટ ઉતરતા પ્રથમને વીજ કરંટ લાગ્યો હતો. જેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. આ બનાવનાં પગલે સોન તલાવડી વિસ્તારનાં લોકોમાં વિજતંત્ર માટે રોષની લાગણી ફેલાય ગઈ છે. આ અંગે એ ડિવીઝન પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

નર્મદાની ગરૂડેશ્વર અને તિલકવાડા એકલવ્ય મોડેલ સ્કૂલને 100% પરિણામ બદલ મુખ્યમંત્રી દ્વારા એવોર્ડ

ProudOfGujarat

ભરૂચ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ધોરણ ૩ થી ૫ ના શિક્ષકો માટે અંગ્રેજી ભાષા કૌશલ્ય વિકાસ તાલીમ યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજરોજ 21 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2304 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!