કોરોના મહામારીનાં પગલે ભરૂચ શહેર નગરપાલિકા હદ વિસ્તારમાં રહેતા શહેરીજનો પૈકી જે વ્યક્તિનું કોરોના પોઝીટિવથી અવસાન થયું હોય ત્યારે તેમની અંતિમક્રિયા માટે તેમના નજીકનાં સગાં-સંબધીઓને પણ દૂર કરવામાં આવે છે. મૃતદેહનાં શરીરને પકડવા કોઈ તૈયાર નથી ત્યારે નગરપાલિકા ભરૂચ દ્વારા આગવી પહેલ કરવામાં આવી છે. જેમાં કોરોના પોઝીટિવ કેસથી મૃત્યુ પામેલા વ્યક્તિને અંતિમક્રિયા સુધીની કામગીરી કરવા માટે સ્વયંસેવકોની ટીમ તૈયાર કરવામાં આવી છે. જેમાં 5 વ્યક્તિ છે. આ ટીમ દ્વારા કોઈપણ વ્યક્તિ કોરોના વાઇરસને લઈને અથવા શંકાસ્પદ મોત થશે તો શહેરીજનો દ્વારા નગરપાલિકાને ફોન કરવાથી આ ટીમ જેતે જગ્યા પર પહોંચી એમ્બુલન્સ મારફતે અંતિમક્રિયા અર્થે સ્મશાન કે કબ્રસ્તાન લઈ જશે અને ટીમ જાતે અંતિમક્રિયા કરશે. નગરપાલિકાએ આ અંગે અલગ એમ્બુલન્સની ફાળવણી કરેલ છે એ સાથે સ્વયં સેવકોની સેફટી અંગે ખ્યાલ રાખવામા આવ્યો છે. તેમને પી.પી.ઇ. કીટ તેમજ માસ્ક આપવામાં આવશે. આવી મોતની ઘટના બને ત્યારે રહીશોએ 02642220151 અથવા 9574007048 પર સંપર્ક કરવા જણાવાયું છે. સમગ્ર ગુજરાતમાં પહેલીવાર આવી સમિતિની રચના કરવામાં આવી હોવાનું અનુમાન છે.
ભરૂચમાં કોરોના પોઝીટિવ દર્દીનાં મોત અંગે સમિતિની રચના કરી એક એમ્બુલન્સ ફાળવવામાં આવી.
Advertisement