પેરોલ ફર્લો સ્કોડ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ ફરાર થયેલ કેદીઓને શોધી કાઢવાની ઝુંબેશ ચાલતી રહી છે. ત્યારે પી.એસ.આઇ. બી.ડી. વાધેલાનાં માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમનાં માણસોએ ભરૂચ સી ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે જે પોલીસ સ્ટેશનનાં પોકસો ગુનાનાં પાકા કામનાં કેદી વિજય ઉર્ફે બાબર માધવ રાઠોડ ત્રાલસા કોઠી તાલુકો ભરૂચને નામદાર સ્પેશિયલ પોકસો કોર્ટ ભરૂચએ 3/10/2018 નાં રોજ 10 વર્ષની કેદ તથા રૂ.2000 નો દંડ અને દંડ ન ભરે તો વધુ 4 વર્ષની સજા ફરમાવેલ છે. આ કેદીને તા.2/4/2020 નાં રોજ તા.13/4/2020 સુધી 14 દિવસ માટે મુકત કરેલ જે ફર્લો રજા પૂર્ણ થયા બાદ પણ તે હાજર થયેલ ન હતો. વડોદરા મધ્યસ્થ જેલ ખાતે કેદીને હાજર થવાનું હતું પરંતુ હાજર ન થતાં ફરાર થયેલ જેને ત્રાલસા કોઠી તાલુકો ભરૂચ ખાતે તેના ઘરેથી પેરોલ ફર્લો સ્કોડએ ઝડપી પાડેલ છે. તેમજ કોરોના ટેસ્ટ અંગેની તજવીજ કરેલ છે.
બળાત્કારનાં ગુનામાં સજા ભોગવતા અને રજા પરથી ફરાર થયેલ કેદીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.
Advertisement