ભરૂચ નગરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં એકધારો વધારો થઈ રહ્યો છે. તેમ છતાં હજી પણ કેટલાક લોકો માસ્ક ધારણ કરતા નથી. આવી પરિસ્થિતિમાં ભરૂચ પોલીસનાં ડી.વાય.એસ.પી વાઘેલા અને એ ડિવિઝન પી.આઈ ભરવાડ તેમની ટિમ દ્વારા ભરૂચના શક્તિનગર વિસ્તારમાં માસ્ક વિતરણ કરાયું હતુ. ભરૂચ નગરમાં સતત કોરોના પોઝિટિવ દર્દી ઓની સંખ્યામાં એક ધારો વધારો થઈ રહ્યો છે. ત્યારે દરેક વ્યક્તિએ પોતે પણ સાવધાની રાખવી જરૂરી છે. માસ્ક વગર લાપરવાહીથી ફરતા લોકો પોતાની જાત માટે અને અન્યો માટે ભયજનક સાબિત થઈ શકે છે. પોલીસ તંત્ર દ્વારા માસ્ક ન ધારણ કરનારને દંડ પણ કરવામાં આવે છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા માસ્કનું વિતરણ પણ કરી માસ્ક ધારણ કરવા અંગે સમજાવવામાં પણ આવી રહ્યા છે.
Advertisement