ભરૂચ જીલ્લામાં વાહન ચોરીનાં બનાવો વધી રહ્યા હતા જેના અનુસંધાને ભરૂચ જીલ્લા પોલીસ વડાએ વાહન ચોરોને ઝડપી પાડવા આપેલ સૂચના મુજબ ભરૂચ પેરોલ ફલો સ્કોડ દ્વારા વાહન ચોરોને ઝડપી પાડવા ઝુંબેશ હાથ ધરી હતી. જ્યારે પેરોલ ફ્લો સ્કોડની ટીમનાં માણસો આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે અ.હે.કો. મગનભાઇ દોલાભાઇને મળેલ બાતમી અનુસાર કામગીરી કરવામાં આવી હતી. જેમાં આકીબ ગુલામ પટેલ રહે. ગુલશન પાર્ક, વાગરા મૂળ રહે.ઇસલામપુર જંબુસર તથા આમિર અબ્બાસ અબ્દુલા સુરતી રહે.પરવેઝ પાર્ક આછોડ આ બે આરોપીઓને આમોદ ચોકડી પાસેથી એક ચોરીની મોટરસાઇકલ સાથે શકમંદ હાલતમાં ઝડપી પાડેલ જેની પાસેથી તપાસ દરમ્યાન 14 મોટરસાઇકલોની ઉઠાંતરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓ વેડચ પોલીસ મથક ખાતે નોંધાયેલ પશુધનનાં ગુનામાં પણ સામેલ હોવાનું જણાયું હતું. આ રીઢા વાહન ચોરોની વાહન ઉઠાંતરી કરવાની રીત રસમ જોતાં તેઓ મોટર સાઈકલને ડુપ્લિકેટ ચાવીથી લોક ખોલી ચોરી કરતાં હતા તથા ઇગનીશ લોક ડાયરેકટ કરી ચોરી કરતાં હતા. આ આરોપીઓ ધરફોડ ચોરી તથા મારમારીનાં ગુનામાં પણ સંડોવાયેલા હોવાનું જણાયું છે. આ કામગીરીમાં ભરૂચ પેરોલ ફલો સ્કોડ પો.સ.ઇ. બી.ડી.વાઘેલા તથા અ.હે.કો. મગનભાઇ દોલાભાઇ તથા અ.હે.કો. જયેન્દ્રસિંહ વગેરેએ કામગીરી કરી હતી.
ભરૂચ જીલ્લામાંથી ચોરી કરેલ 14 મોટરસાઇકલ સાથે બે રીઢા ચોરોને ઝડપી પાડતી પેરોલ ફલો સ્કોર્ડ.
Advertisement