Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : લોકલ ક્રાઇમ બ્રાંચે વિદેશી દારૂ ભરેલ બે ટ્રક ઝડપી પાડી, લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો.

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે ને.હા ૪૮ પર ભરૂચ,અંકલેશ્વર વચ્ચે આવેલ ટોલનાકા પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ બે જેટલી ટ્રકને ઝડપી પાડી હતી, અંદાજીત ૨૭ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હોવાનું પ્રાથમિક જાણકારી મળી રહી છે. હરિયાણા તરફથી આવેલ વિદેશી દારૂનાં લાખો રૂપિયાના મોટા જથ્થા સાથે ૪ જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી આ જથ્થો ક્યાંથી કોને ત્યાં પહોંચાડવાનો હતો તે તમામ દિશાઓમાં તપાસનાં ધમધમાટ શરૂ કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે રાજ્યમાં સામાન્ય રીતે દારૂબંધીની વાતો કરવામાં આવતી હોય છે ત્યારે હરિયાણાથી નીકળેલો મસ્ત મોટો દારૂનો જથ્થો ભરૂચ નજીકથી ઝડપાતા જે તે પોલીસ વિભાગની પેટ્રોલિંગનાં પણ ધજાગરા ઉડ્યા હોય તેમ લાગી રહ્યું છે.

Advertisement

Share

Related posts

ધર્માંતરણ પ્રકરણમાં નાણાકીય ફંડીંગ અને બોગસ પાવતી કૌભાંડની તપાસનુ પ્રકરણ…

ProudOfGujarat

ઝઘડિયા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા ત્રણ વીજ સબસ્ટેશનોનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

માંગરોળ ની આજુબાજુ શેરડી કાપતા મજૂરો ને ફૂડ પેકેટ નુ વિતરણ થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!