જીલ્લા પોલીસ અધિક્ષક આર.વી.ચુડાસમા નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરીમાં અંક્લેશ્વર GIDC વિસ્તારનાં એસ.ઓ.જી ટીમ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન પો.કોન્સ. સુરેશભાઈ રામસીંગભાઈ એસ.ઓ.જી. નાઓને મળેલ ચોક્કસ અધારભુત માહિતીનાં આધારે અંક્લેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંક્લેશ્વર-સુરત ને.હા.નં-૮ ઉપર હોટલ લેન્ડમાર્ક ની પાછણના ભાગે ગેરકાયદેસર ડીઝલનું વેચાણ થાય છે. તેવી બાતમી અન્વયે પો.ઇન્સ. પી.એન.પટેલ તથા હેડ કોન્સ. નટવરભાઈ તથા હેડ.કોન્સ. ગીરીશભાઈ તથા પો.કોન્સ. શૈલેષભાઈ પો.કોન્સ. મો.ગુફરાનભાઈ એસ.ઓ.જી પોલીસ માણસોની ટીમે રીઇડ કરતા ટ્રક નંબર GJ-16-Z-1717 માં અંદર પ્લાસ્ટીકનાં બેરલમાં પંપ વડે બાયોડીઝલ પ્રવાહી નાંખતા (૧) શંકરભાઈ ધનજીભાઈ ભોઈ રહે. અંક્લેશ્વર (૨) ભાર્ગવભાઈ ઘનશ્યામભાઈ પંડ્યા રહે. સુરત નાઓ પંપ અને નજીક જમીનમાં લોખંડની ટેન્ક ફીટ કરી તેમાથી ટ્રકમાં બાયોડીઝલ પ્રવાહીનો જથ્થો કાઢતાં આશરે ૫૧૦૦ લિટર નો કિંમત ૩,૪૫,૦૦૦/- અને પ્રવાહી કાઢવા માટે ફીટ કરેલ પંપની કિંમત રૂ. ૫૦,૦૦૦/- અને GJ-16-Z-1717 કિંમત રૂ. ૪,૦૦,૦૦૦/- સાથે કુલ ૭,૯૫,૦૦૦/- ની કિંમતના મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલ છે. હાલ CRPC ૪૧(૧)ડી હેઠળ બન્ને આરોપીઓની અટકાયત કરેલ છે. આ પ્રવાહી ( બાયોડીઝલ) ની એફ.એસ.એલ મારફતે પૃથ્થકરણ તપાસ કરાવડાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. જે અંગેની તપાસ હાલમાં પો.ઇન્સ. પી.એન.પટેલ એસ.ઓ.જી શાખા ભરૂચ નાઓ ચલાવી રહેલ છે.
બાયો ડીઝલ પ્રવાહી આરોપી સહિત ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ
Advertisement