ભરૂચ નગરપાલિકા વારંવાર વિવાદમાં સપડાયા કરે છે. તેવામાં તાજેતરમાં ભરૂચ નગરપાલિકાનાં ઇન્ચાર્જ ચીફ સેનેટરી ઈન્સ્પેકટરને તેમના હોદ્દા પરથી તાત્કાલિક દૂર કરી તેમની પર શિક્ષાત્મક પગલાં લેવા અંગેની માંગ કરતું આવેદનપત્ર ભરૂચ નગરપાલિકાનાં વિરોધ પક્ષનાં સભ્યોએ વિરોધ પક્ષનાં નેતા સમસાદ અલી સૈયદની આગેવાનીમાં આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા સ્પષ્ટપણે જણાવ્યુ છે કે હાલમાં ભરૂચમાં નારાયણનગર 4 માં કોરોના પોઝીટિવ દર્દી જણાયો હતો જેથી તેમના પરિવારજનોને હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. પરંતુ પરિવારજનો હેરાન પરેશાન થઈ ગયા હતા. તેમણે પીવાના પાણી સહિતની બીજી જીવન જરૂરિયાતની વસ્તુઓ ના મળતા તેમણે જીલ્લા પંચાયત આરોગ્ય ખાતામાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદનાં આધારે તપાસ કરવા માટે આરોગ્ય વિભાગનાં કર્મચારી મોહસીન વોરાને મોકલવામાં આવ્યા હતા. જેમને ત્યાં જઇ પરિસ્થિતીની સમસ્યા જાણી હતી અને તેમને પોલીસ ઈન્સ્પેકટરને પણ જાણ કરી હતી. આખરે આ સમગ્ર બાબતે ઇન્ચાર્જ ચીફ સેનેટરી ઈન્સ્પેકટર યુવરાજ સિંહ સાયણિયાને જાણ કરવાનું કહેવામાં આવ્યું હતું. તેથી મોહસીનભાઈ દ્વારા ચીફ સેનેટરી ઈન્સ્પેકટર યુવરાજ સિંહને ફોન કરી સમસ્યા જણાવી હતી. જોકે એવો આક્ષેપ કરાયો હતો કે યુવરાજ સિંહે ફોન પર ગાળો દેવાની શરૂ કરી હતી અને જાતીય વિષયક અપમાનજનક શબ્દો બોલ્યા હતા અને ગાળો બોલી કાપી નાંખીશ જેવા શબ્દો બોલ્યા હતા. જે કોમવાદી મનોવૃતિની સાબિતી આપે છે. આ અગાઉ સાફસફાઇનાં કર્મચારીઓ અંગે વિપક્ષનાં સભ્યો દ્વારા તેમનાં હેતુઓની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે આવી માનસિકતા ધરાવતા અધિકારીઓ સામે IPC ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આવેદનપત્ર પાઠવવામાં વિપક્ષનાં નેતા સમસાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહિમ કલકલ, સલિમ અમદાવાદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ : ઇન્ચાર્જ ચીફ સેનેટરી ઈન્સ્પેકટરને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરવા ભરૂચ નગરપાલિકાનાં વિપક્ષની માંગ જાણો કેમ.
Advertisement