દરેક નગરમાં નગરપાલિકા પ્રમુખનો વોર્ડ સમગ્ર નગરમાં આદર્શ વોર્ડ સાબિત થાય તેવી સુખ સગવડો લોકોને મળતી હોય છે. પરંતુ ભરૂચ નગરમાં ઊંધી રીત રસમો હોય તેમ ભરૂચ નગરપાલિકાનાં પ્રમુખ સુરભિબેન તમાકુવાળાનાં વોર્ડ નં. 7 માં દાંડિયાબજાર, ધોળીકુઇ જેવા વેપારી મથકનાં મુખ્ય રસ્તાઓ પર ઊંડા ખાડા જણાઈ રહ્યા છે. ત્યારે મુખ્ય રસ્તા પર ઊંડા ખાડાઓમાં કપચી નાંખી હંગામી સમારકામ કરવામાં આવી રહ્યું છે.
અગાઉ આ જ રસ્તા પર ટ્રેક્ટર તેમજ મોટરસાઇકલ જેવા વાહનો ફસાયા હતા. એવું નથી કે વોર્ડ નં. 7 નાં રસ્તા પાછળ નાણાં ખર્ચવામાં આવતા નથી નાણાં ખર્ચાઈ છે, બજેટ પણ ફાળવવામાં આવે છે તેમ છતાં લેતીદેતીના અને ભ્રષ્ટાચારનાં રીત રસમોનાં પગલે વોર્ડ નં.7 ના કામો તકલાદી થઈ રહ્યા છે. વારંવાર એકને એક જગ્યા પર ખાડાઓ પડી રહ્યા છે. ભરૂચ નગરનાં વેપારી મથકમાં જેની ગણતરી થાય છે તેવા ધોળીકુઇ, દાંડિયાબજાર વગેરેમાં ઊંડા ખાડાઓમાં વારંવાર પાણીનો ભરાવો થતાં રાહદારીઓ અને વાહન ચાલકોને પારાવાર તકલીફ પડી રહી છે. કેટલાંક વાહનો આ ખાડામાં ફસાય જાય છે. રાત્રિના સમયે ખાડાઓ ન જાણતા વાહનચાલકોની દયાજનક પરિસ્થિતી સર્જાય છે. આવા સમયમાં નગરપાલિકાનાં પ્રમુખનાં વોર્ડમાં લેતીદેતીનાં રિવાજો ન થાય અને મજબૂત કામ થાય તેવી લોકમાંગ ઊભી થઈ છે.
ભરૂચ નગરપાલિકાનાં પ્રમુખનાં વોર્ડમાં મુખ્ય રસ્તા પર ઊંડા ખાડાઓમાં કપચી નાંખી કરાતું હંગામી સમારકામ.
Advertisement