ભરૂચ નગર પાસે આવેલ જ્યોતિ નગર જેવા રહેનાક વિસ્તાર માં કચરા માં પી.પી.ઈ કીટ જણાતા લોકોમાં ભય ફેલાઈ ગયો છે. આ કારણોસર કોરોના ભયાનક રીતે ફેલાય તે માટે જવાબદારી કોની તે અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી છે. સાથે જ પી.પી.ઈ કીટ વગે કરનાર સામે અને તત્ર સામે રોષ ની લાગણી ફેલાઈ ગઈ છે. ભરૂચ નગર માં પણ કેટલાક દિવસો પહેલા પી.પી.ઈ કીટ કચરાપેટી માંથી મળી આવી હતી. આ ઘટના ને ગણત્રી ના દિવસો વીત્યા છે. ત્યા જ્યોતિનગર પાણી ની ટાંકી પાસે કચરા માં પી.પી.ઈ કીટ મળી આવી હોવાની ઘટના બની છે.hu આ ઘટના અંગે કોઈ તબીબ જવાબ દાર હોય શકે છે અથવા તો મેડિકલ વેસ્ટ કચરા અંગે કોઈ ભૂલ થઈ હોય તેવી ચર્ચા ચાલી રહી છે. પરતું આવી ગંભીર ભૂલ ના પગલે લોકોનું આરોગ્ય જોખમ માં મુકાઈ રહ્યું છે. જેથી તત્ર દ્વારા સી.સી.ટી.વી કેમેરા ના ફૂટેજ તપાસી ને જવાબદરો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના સેજલ દેસાઈ એ કરેલ છે.
ભરૂચ નગરની આસપાસ ના વિસ્તાર માં રસ્તા પર ફેંકાયેલી પી.પી.ઈ કીટો…કોરોના જેવી મહામારી ના સમય માં આવી બેદરકારી માટે કોણ જવાબદાર…?
Advertisement