ભરૂચ પેરોલ ફ્લો સ્કોડ દ્વારા નાસતા ફરતા આરોપી અને કેદી ઓને ઝડપી પાડવા અંગે ની ઝુબેશ ચાલી રહી છે જેના અનુસધાને પાકા કામ ના નાસતા ફરતા કેદી ને ઝડપી પડાયો હતો. આ અંગેની વિગત જોતા વાગરા પોલીસ મથક ખાતે નોંધાયેલ પોક્સો અને બળાત્કાર ના બનાવ ના આરોપી નગીન ખોડા વસાવા ને સજા કરાઈ હતી તેને પાકા કામના કેદી તરીકે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે રાખવામાં આવ્યો હતો. નગીન વસાવા તા.2/4 થી 11/4 ના દિવસો દરમિયાન પેરોલ રજા પર હતો પરતું રજા પુરી થતા હાજર થયો નહતો તેથી જિલ્લા પોલીસ વડા રાજેન્દ્ર સિંહ ચુડાસમા ના માર્ગદર્શન હેઠળ પેરોલ ફ્લો સ્કોડ તપાસ કરી રહી હતી તેવામાં બાતમી ના આધારે
પી.એસ.આઈ બી.ડી.વાઘેલા અને તેમની ટીમે નાસતા ફરતા કેદી નગીન વસાવા ને દેરોલ ચોકડી નજીક થી ઝડપી પાડ્યો હતો તેમજ કોરોના ટેસ્ટિંગ અંગે ની કાર્યવાહી અર્થે મોકલી આપેલ હતો.
Advertisement