હાલ ભરૂચ જીલ્લામાં કોરોના મહામારીનો યુગ ચાલી રહ્યો છે ત્યારે લોકોનાં મગજમાં કોરોનાનાં ભયનાં પગલે વિવિધ આર્યુર્વેદિક દવાઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. લોકો એમ માની રહ્યા છે કે અન્ય દવાઓ કદાચ શરીરને નુકસાન પહોંચાડે પરંતુ આવી દવા નિર્દોષ હોવાથી શરીરને નુકસાન પહોંચાડતી નથી. એવી માન્યતાનાં પગલે લોકો હવે આવી દવા તરફ વળ્યા છે. જેમાં ગિલોય, સુદર્શન, ધનવટી, આરોગ્યવર્ધની વટી, આમળા તેમજ વિવિધ જાતનાં રોગપ્રતિકારક શક્તિ વધારતા ચવનપ્રાશ તેમજ આર્યુર્વેદિક ઉકાળાનો સમાવેશ થાય છે. અચાનક આર્યુર્વેદિક દવાઓની માંગમાં ઉછાળો આવતા ભરૂચ જીલ્લાનાં બજારોમાં કેટલીક આર્યુર્વેદિક દવાઓ ખૂટી પડી છે ત્યારે કંપનીઓ દ્વારા હવે વધુને વધુ આર્યુર્વેદિક દવાનાં ઓર્ડર ભરૂચ જિલ્લામાંથી મળતા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.
Advertisement