કોરોના વાયરસનાં કારણે લાગુ થયેલા લોકડાઉનને કારણે હવે મોટા ભાગનું કામ ડિજિટલ થઈ ગયું છે. આ સમયગાળા દરમિયાન સુપ્રીમ કોર્ટે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઘણા કેસોની સુનાવણી પણ કરી હતી. હવે આજે સુપ્રીમ કોર્ટે બીજો મોટો નિર્ણય કર્યો છે. જે અનુસાર હવે કોઈપણ નોટિસ વોટસએપ દ્વારા પણ મોકલી શકાય છે. સુપ્રીમ કોર્ટે આજે (શુક્રવારે) આ માટેની પરવાનગી આપી છે. જેના કારણે હવે વોટસએપ, ટેલિગ્રાફ દ્વારા સમન્સ અથવા નોટિસ આપી મોકલી શકાશે. ઉપરાંત, તેને ઇ-મેઇલ દ્વારા પણ સંબંધિત વ્યક્તિને મોકલવામાં આવી શકાશે. તેમાં પણ જો વોટસએપ પર બ્લુ ટિક આવી જશે તો તેમ માની લેવામાં આવશે કે રીસીવરે નોટિસ જોઈ લીધી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પ્રત્યક્ષ ધોરણે નોટિસ અથવા કહીએ કે સમન્સ મોકલવામાં આવતા હતા. પરંતુ કોરોનાકાળની આ સ્થિતિમાં તેમાં ઘણી સમસ્યાઓ થતી હતી. તેવામાં આ મહત્વનો નિર્ણય સુપ્રિમકોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે. આ અંગે ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ બોપન્ના અને જસ્ટિસ રેડ્ડીએ નિર્દેશ જાહેર કર્યા છે. કોરોનાનું સંક્રમણ વધ્યું ત્યારબાદથી સુપ્રીમ કોર્ટ સહિત અન્ય કોર્ટમાં ઓનલાઈન સુનાવણી ચાલી રહી છે.
હવે વોટસએપ, ઈમેલથી મોકલેલી કોર્ટની નોટિસ પણ માન્ય ગણાશે : સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી.
Advertisement