સમગ્ર ભરૂચ પંથકમાં શાળાઓ બંધ છે ત્યારે કેટલાંક ટ્યુશન શિક્ષકોનાં ટયુશન કલાસ ધમધમી રહ્યા છે. જે અંગે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવતું નથી. નાનાં બાળકોથી લઈ ધોરણ 10 થી 12 નાં વિદ્યાર્થીઓ માટે ટયુશન આપવામાં આવી રહ્યા છે. આવા ટયુશન કલાસમાં વાલીઓ વધુ ફી આપીને પણ પોતાના સંતાનોને મોકલી રહ્યા છે. લોક ડાઉનથી લઈને અત્યારસુધી મહિનાઓનો સમય વિતયો તેમ છતાં વિદ્યાર્થી ઘરમાંને ઘરમાં હોવાથી તેનું ભણતર બગડી રહ્યું છે તેવી માન્યતા સાથે વાલીઓ વિદ્યાર્થીઓને ટયુશન કલાસમાં મોકલી રહ્યા છે. વાસ્તવમાં એક ઓરડામાં વધુ પડતાં વિદ્યાર્થીઓને ટયુશનનાં શિક્ષકો બેસાડતા હોવાના પગલે સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી. એટલું જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ માસ્ક પણ પહેરતા નથી. આવા કારણોસર કોરોના સંક્રમણની સંભાવના વધુ વધી જાય છે. ભરૂચ પોલીસ દ્વારા કેટલીકવાર આવા ખાનગી ટયુશન શિક્ષકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તેમ છતાં એક બાબત એ પણ નોંધવી રહી કે ભરૂચ અને આજુબાજુનાં વિસ્તારમાં કંઇ કેટલાંક એવ ટયુશન શિક્ષકો છે કે જેમની આવક ટયુશન કલાસ પર નિર્ભર છે. આવા શિક્ષકો પોતાની આવક જાળવવા કોરોના સંક્રમણ સામે યોગ્ય સાવચેતી રાખવામાં આવે તે પણ જરૂરી છે.
ભરૂચ પંથકમાં સોશિયલ ડિસ્ટન્સનાં નિયમોનું પાલન ના કરી ટયુશન કલાસો ચલાવતા શિક્ષકો.
Advertisement