ભરૂચ નગર અને આસપાસનાં વિસ્તારમાં વારંવાર જુગારની રેડ કરવામાં આવી રહી છે. તેમ છતાં જુગારીયાઓને જુગારનું વ્યસન છૂટતું નથી. મળેલ બાતમીનાં આધારે ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના મુજબ અને એલ.સી.બી., પી.આઇ.જે.એન.ઝાલાનાં માર્ગદર્શન હેઠળ જુગાર અંગેની બાતમીની તપાસ કરવા અલગ-અલગ ટીમો રચવામાં આવી હતી. જેમાં જુગાર રમતા 8 જુગારિયો ઝડપાયા હતા. ભરૂચ તાલુકાનાં કરમાડ ગામે મદીના પાર્કમાં જુગારધામ ઝડપાયું હતું. 8 જેટલા જુગારિયોને જુગારનાં રોકડા રૂપિયા તથા સાધનો સાથે કુલ 2,29,500 ની મત્તા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલ જુગારીયાઓમાં 1) વલી ઈસ્માઈલભાઈ અખોડ રહે.કરમાડ મદીના પાર્ક 2) યાકુબ ઉમરજી મન્સૂરી રહે.રહેમદનગર ભરૂચ 3) ઈસ્માઈલ મુશાભાઈ પટેલ રહે.ભેંસલી 4) ફારૂક ઉમરજીભાઇ પટેલ રહે.મનુબર 5) ઉસ્માન વાલીભાઇ પટેલ રહે.ઠામ 6) ઇનાયત દોલતભાઈ સિંધા રહે.દેરોલ 7) સાજીદ રસિકભાઈ પટેલ રહે.ઠામ 8) હજુરૂદ્દીન ઐયુબભાઈ મલેક રહે.ઠામ. આમ આઠ જુગારીયાઓ પાસે કબ્જે કરેલ મુદ્દામલની વિગત જોતાં અંગ ઝડતીનાં રોકડા રૂ.53,500, દાવ પરના રૂ.10,500, મોબાઈલ ફોન નંગ 5 કિમત રૂ.15,500, મારૂતિકાર કીં 1,50,000 તેમજ જુગાર રમવાના સાધનો ઝડપાયા હતા.
ભરૂચ કરમાડ ગામે મદીના પાર્કમાં રહેણાંક મકાનમાંથી જુગાર રમતાં 8 જુગારીઓને કુલ રૂ. 2 લાખ કરતાં વધુની મત્તા જપ્ત કરી ઝડપી પાડયા.
Advertisement