વર્ષ ૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં પરાજય બાદ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીના રાજીનામાથી લઈને આજ સુધી કોંગ્રેસ પાર્ટીની કમાન સોનિયા ગાંધી સંભાળી રહ્યાં છે. કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીનો કાર્યકાળ 10 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે પરંતુ પાર્ટીની કમાન સંભાળવા માટે હજુ કોઈ ભાવી ઉમેદવાર મળ્યો નથી. આ દરમિયાન ઘણા કોંગ્રેસ નેતાઓએ માંગ ઉઠાવી કે રાહુલ ગાંધીએ ફરીથી તેમનું પદ સંભાળવુ જોઈએ પરંતુ તેમણે આના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. એવામાં સોનિયા ગાંધીના કાર્યકાળને એક વર્ષ માટે વધારવા માટે પણ વિચારો શરૂ થઈ ગયા છે.માહિતી અનુસાર 10 ઓગસ્ટે પાર્ટીના અંતરિમ પ્રમુખ તરીકે એક વર્ષ પૂરુ કરનાર સોનિયા ગાંધીના કાર્યકાળનો વિસ્તાર કરવા માટે કોંગ્રેસ વર્કિંગ કમિટી(સીડબ્લ્યુસી) જલ્દી બેઠક કરશે. પાર્ટીના બંધારણ અનુસાર વિસ્તાર માટે એક બેઠકની જરૂર હશે કારણ કે પાર્ટીના એક નિયમિત અધ્યક્ષની ચૂંટણી બાકી છે. આ ઉપરાંત બેઠક માટે કરવામાં આવેલ નિર્ણયની માહિતી ચૂંટણી પંચને પણ આપવી જરૂરી બને છે. કોરોના વાયરસના કારણે 24 માર્ચથી લાગુ લૉકડાઉનના કારણે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયાને રદ કરી દેવામાં આવી હતી, સોનિયા ગાંધીની નિયુકતિના તરત બાદથી હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી થઈ અને ત્યારબાદ ઝારખંડ અને દિલ્લી ચૂંટણીના કારણે પણ પાર્ટીના અધ્યક્ષ પદની ચૂંટણી માટે સમય ન મળી શક્યો. આ દરમિયાન પાર્ટી હવે બિહાર વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારીમાં લાગી ગઈ છે. સીડબ્લ્યુસીએ ગયા વર્ષે 10 ઓગસ્ટે રાહુલ ગાંધી દ્વારા પોતાનુ રાજીનામુ પાછુ લેવાનો ઈનકાર કર્યા બાદ સોનિયા ગાંધીને પાર્ટીના અંતરિમ અધ્યક્ષ તરીકે નામિત કર્યા હતા.
કોંગ્રેસ બિહાર વિધાનસભાની ચૂંટણી સોનિયા ગાંધીની આગેવાનીમાં લડશે.
Advertisement