આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) નાં 72 સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે ABVP ભરૂચ શાખા દ્વારા વિવિધ પ્રકારનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નર્મદા નદીનાં સાનિધ્યમાં અને ગોલ્ડન બ્રિજ નજીક વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિધ્યાર્થીઓને સંલગ્ન એવી વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તથા રાષ્ટ્ર નિર્માણમાં વિદ્યાર્થીઓની ભૂમિકા આ વિષય ઉપર એક વેબીનાર પણ રાખવામા આવ્યો હતો. હાલમાં ABVP દેશમાં દરેક પરિસ્થિતિમાં દેશસેવાનું ઉમદા કાર્ય કરી રહ્યું છે જેમાં રક્તદાન, યુવતીઓને આત્મરક્ષાની ટ્રેનીંગ વગેરે જેવા કાર્યો કરે છે અને દેશસેવા તથા સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. હાલમાં જયારે કોરોનાએ સમગ્ર દેશને ભરડામાં લીધું છે ત્યારે આ સમયે પણ ABVP મદદરૂપ સાબિત થયું છે. તેમણે લગભગ 50,000 માસનું વિનામુલ્યે વિતરણ કર્યું છે તથા રકતદાન પણ કર્યું છે. ABVP એ તાજેતરમાં મુજફરપૂરથી રૂ.12 લાખની રકમ પી.એમ ફંડમાં જમા કરાવ્યા છે. દેશ સેવા માટે ABVP નું કાર્ય અતુલ્ય છે. આજે દુનિયાભરનાં વિદ્યાર્થી સંગઠનો ABVP ને તેમની કાર્યપ્રણાલી શીખવવા આગ્રહ કરે છે.
ભરૂચ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં 72 માં સ્થાપના દિનની ઉજવણી કરાઇ.
Advertisement