રાજ્ય સરકારનાં શિક્ષણ વિભાગમાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા શિક્ષકોને વર્ષોથી ઓછો પગાર ચુકવવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠતા દેડિયાપાડાનાં ધારાસભ્ય મહેશ વસાવાએ તેમની વહારે આવી રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર લખી શિક્ષકોને 4200 નાં ગ્રેડ પે આપવાની માંગ કરી છે.ધારાસભ્ય મહેશ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે રાજ્ય સરકારનાં પ્રાથમિક શિક્ષણ વિભાગમાં વર્ષ 2010 અને તે પછી શિક્ષક તરીકે જોડાયેલા શિક્ષકોને શરૂઆતથી જ અન્ય રાજ્યોની જેમ પૂર્ણ વેતન અને 4200 નો ગ્રેડ પે મળવો જોઇએ જે મળતો નથી. રાજ્ય સરકારનાં નાણાં વિભાગનાં વિવાદાસ્પદ પરિપત્ર મુજબ શિક્ષકોને કે જેમણે 9 વર્ષની પોતાની નોકરીઓ પૂર્ણ કરેલ છે છતાં તેઓને ઉચ્ચતર પગાર ધોરણ, 4200 મળવુ જોઇએ તેની જગ્યાએ માત્ર 2800 રૂપિયા જ કરી દેવામાં આવેલ છે. શિક્ષકો કે જે સમાજ નિર્માણમાં મહત્વનું યોગદાન આપતા હોય છે તેમની સાથે અન્યાય કેમ ?? શિક્ષણ જગતમાં આ બાબતે ધેરા પ્રત્યાઘાતો પડવા પામ્યા છે તેમ જણાવી ધારાસભ્ય મહેશ વસાવાએ 4200 નો ગ્રેડ પે વિના શરતે ત્વરિત જ આપવા મુખ્યમંત્રી =ને ભલામણ કરી છે.
રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા