વર્ષ 2020 કોરોના વર્ષ તરીકે ઓળખાય રહ્યું છે ત્યારે આ વર્ષમાં ભરૂચ જીલ્લાનાં રિક્ષા ચાલકો માટે ભારે આર્થિક સંકટનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતીનું ફરી એકવાર સર્જન થયું છે. લોક ડાઉનનાં સમય પર રિક્ષા ચાલકોને ભારે આર્થિક નુકસાન થયું હતું. તેમાં પણ બચતથી રિક્ષા ફેરવનાર રિક્ષા ડ્રાઈવરોની આર્થિક પરિસ્થિતી ખૂબ તંગી બની ગઇ હતી. તેવામાં હવે બપોરનાં 4 વાગ્યે દુકાનો બંધ કરવાનું જાહેરનામું બહાર પાડતાં ભરૂચ જીલ્લાનાં રિક્ષા ચાલકો પર તેની સીધી અસર પડશે. રિક્ષા ચાલકનાં જણાવ્યા મુજબ આ જાહેરનામુ બહાર પાડતા તેમની આવક લગભગ 50 % થઈ જશે. જોકે રિક્ષા ડ્રાઈવર પણ માની રહ્યા છે કે કોરોનાનાં વધતાં જતાં કેસનાં પગલે આ જાહેરનામુ બહાર પડવું યોગ્ય નિર્ણય છે.
Advertisement