ભરૂચ જિલ્લામાં કોરોનાથી સંક્રમિત થનારા સંખ્યા રોજ વધી રહી છે જેને લઇને ભરૂચ અંકલેશ્વર સહિત જિલ્લાના લોકો ચિંતિત બન્યા છે. આ કોરોનાથી સંક્રમિત થનારા લોકો મોટાભાગે કોઈકને કોઇના સંપર્કમાં આવ્યા હતા અને તેને કારણે તેઓને કોરોના સંક્રમિત થયા છે. ભરૂચ જિલ્લામાં એક તબીબને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ભરૂચનાં રાજ્યમંત્રીનાં ભાઈને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો, નગરપાલિકાના વોર્ડ નંબર 4 નાં નગરસેવકને પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આમ જિલ્લામાં સતત કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. અનલોક બે માં તો આ સંખ્યા ૩૦૦ પાર કરી ગઇ છે. આજે ભરૂચ જિલ્લામાં કુલ ૧૫ જેટલા લોકો કોરોના સંક્રમિત થયા છે અને જિલ્લામાં તેનો આંકડો 367 થયો છે. જયારે ભરૂચ જિલ્લામાં કોરોનાથી મોતનો આંકડો 13 હતો તેમાં વધારો થયો છે. આજે અંકલેશ્વરનાં એક યુવાનનું કોરોના સંક્રમણના કારણે મોત નીપજ્યું હતું. સવારનાં સુમારે આ યુવાનનું મોત થતાં તેના પરિવારજનો ચિંતિત બન્યા હતા 42 વર્ષનાં યુવાનનું મોત થતાં જ તેમના પરિવારને હાલત બગડી હતી. જોકે આ યુવાનની અંતિમ ક્રિયા ભરૂચનાં ગોલ્ડન બ્રિજને દક્ષિણ છેડે કરવામાં આવતા આજુબાજુના ગ્રામજનો એકત્ર થયા હતા અને યુવાનની અંતિમ વિધિ નહીં કરવા હલ્લાબોલનો કાર્યક્રમ કરી નાખ્યો હતો. ગ્રામજનોએ કોરોના પેશન્ટ નાની અંતિમ ક્રિયા અહીં નહીં કરવા માટે હોબાળો મચાવતા અંતે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે એક દોઢ કલાક સુધી સમજાવ્યા બાદ મામલો થાળે પડ્યો હતો અને યુવાની અંતિમક્રિયા કરવામાં આવી હતી. તો બીજી તરફ એક વીડિયો વાયરલ થયો હતો જંબુસરના એક વૃધ્ધનું પણ કોરોના સંક્રમણના કારણ હોસ્પિટલમાં મોત નીપજયું હતું જેમની અંતિમ ક્રિયા જંબુસર ખાતે કરવામાં આવી હતી આ મુસ્લિમ વૃદ્ધનું મોત થયા હોવાની બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે જો તે આ મુસ્લિમ વૃદ્ધની અંતિમ ક્રિયાનાં વિડીયો ભરૂચ જિલ્લાનાં સોશિયલ મીડિયા ઉપર ફરતા થયા છે પરંતુ આરોગ્ય વિભાગ કે વહીવટીતંત્ર આ મામલે કોઈ જવાબ આપવા તૈયાર નથી. આરોગ્ય વિભાગે માત્ર એક જ મોત થયું હોવાનું રટણ કર્યું હતું. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભરૂચ જિલ્લાનાં આરોગ્ય શાખાના અધિકારી અને તબીબો મિડિયાને કોઈ વિગતો આપતા નથી સાથે જિલ્લાનું વહીવટી તંત્ર અને માહિતી ખાતું પણ સચોટ માહિતી આપવામાં સદંતર નિષ્ફળ ગયું છે ત્યારે જિલ્લાના લોકોને કયા વિસ્તારમાં લોકો સંક્રમિત થયા છે, કયા વિસ્તારમાં લોકોનું મોત થયું છે તેની સાચી વિગતો મળી શકતી નથી આમ જિલ્લાનું વહીવટીતંત્ર પણ કોરોના સંક્રમિતની વિગતો આપવામાં ખાડે ગયો હોય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે.
ભરૂચ જીલ્લામાં આજે કોરોના પોઝિટિવ દર્દીઓ 15 થતાં કુલ આંકડો 367 થયો જ્યારે એક યુવાનનું મોત થયું હતું.
Advertisement