ભરૂચ પંથકમાં દર વર્ષે શ્રીજી મહોત્સવ રંગેચંગે ઉજવાય છે. શ્રીજીનાં આગમન ટાણે યોજાતી શોભાયાત્રામાં પણ લોકો ઉમટી પડે છે. તે સાથે શ્રીજી મહોત્સવમાં પ્રત્યેક દિવસે યોજાતી આરતી અને અન્ય કાર્યક્રમોમાં પણ મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડતાં હોય છે. પરંતુ આ વર્ષે અત્યાર સુધી મોટી સંખ્યામાં શ્રીજી યુવક મંડળોએ એવો નિર્ણય કર્યો છે કે શ્રીજી મહોત્સવ અત્યંત સાદાઈથી ઉજવવો. શ્રીજીની પ્રતિમા કે જે દર વર્ષે કદાચ ઊંચાઈ અને આકર્ષક હોય છે તેવી પ્રતિમાઓ આ વર્ષે કદાચ શ્રીજી મહોત્સવમાં ન જણાઈ. ધણા બધા શ્રીજી મહોત્સવનાં આયોજક માત્ર 3 ફૂટની માટીની પ્રતિમાનો ઓર્ડર બુક કરાવવા અંગે ઠરાવ કરેલ છે. તે સાથે કેટલાક મંડળો શ્રીજી મહોત્સવ મોકૂફ રાખવા અંગે પણ વિચાર કરી રહ્યા છે. કોરોના મહામારીથી ભરૂચ જિલ્લાને અને વિશ્વને મુકત કરવા શ્રીજી મહોત્સવ દરમિયાન ભકતો માસ્ક ધારણ કરી સોશિયલ ડિસ્ટન્સ જાળવી આરાધના કરશે એમ હાલ પૂરતું જણાઈ રહ્યું છે.
શ્રીજીની પ્રતિમાઓ માત્ર ત્રણ ફૂટની ઊંચાઈ ધરાવતી હોય તેવો અપાતો ઓર્ડર.
Advertisement