ભરૂચ જીલ્લામાં શ્રાવણ માસનાં તહેવારોનો મહિમા અનેરો છે. જેમાં સૌ પ્રથમ માત્ર ભરૂચ જીલ્લામાં જ નહીં પરંતુ અનેક જગ્યાએ પ્રખ્યાત મેધરાજાની સ્થાપના અને તેના ભવ્ય મેળાનું આયોજન છે. કોરોના મહામારીનાં પગલે મળતી માહિતી મુજબ મેધરાજાની પ્રતિમાની સ્થાપના વિધિવત કરવામાં આવે તેવી સંભાવના છે પરંતુ મેળાનાં આયોજન અંગે હજી પ્રશ્નો યથાવત છે. કોરોનાની મહામારીને પગલે અતિ પ્રસિદ્ધ એવાં આ મેળાનું આયોજન કદાચ શકય નહીં બને તે સાથે છડી કે જે ભરૂચ જીલ્લાની આગવી ઓળખ છે તે છડી નોમનું પર્વ પણ દર વર્ષની જેમ યોજાશે કે કેમ તે હાલ કહી શકાય તેમ નથી. કોરોનાને પગલે ભરૂચ પંથકમાં તહેવારોથી વંચિત રહેવાથી માનસિક ઉદાસીનતાની લાગણી અનુભવી રહ્યા છે. વધતાં જતાં કોરોનાનાં કેસોને બ્રેક લાગે તેવી કામના ભરૂચવાસીઓ કરી રહ્યા છે.
Advertisement