સેગવા ગામે કોરોના પોઝિટિવ આવેલા બે દર્દીઓ સારવાર મેળવી સાજા થઈ જતા હોસ્પિટલ દ્વારા તેઓને ઘરે જવાની રજા આપવામાં આવી હતી, સ્વસ્થ થઈ ઘરે પરત ફરેલા દર્દીઓનું ગામલોકો દ્વારા સ્વાગત કરાયું હતું. ભરૂચ તાલુકાના સેગવા ગામે બે કોરોના સંક્રમિત દર્દીઓ સંપૂર્ણ સાજા થઈ જતા ફેથ હોસ્પિટલ વડોદરા અને મુઆવિન જનરલ હોસ્પિટલ વડોદરા ખાતેથી રજા આપવામાં આવેલ. સેગવા ગામનાં રહીશ ઐયુબ આદમ ગૂંગર કુમાર ઉંમર ૬૦ અને ઈબ્રાહીમ દાઉદ ખંતી ઉંમર ૫૨ નાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા.વડોદરાની હોસ્પિટલમાં સારવાર બાદ તેઓને તારીખ ૭ મી જુલાઇના રોજ હોસ્પિટલ સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ સાથે રજા આપવામાં આવી હતી.સેગવા ગામે સૌ પ્રથમ કોરોના પોઝીટીવનાં કેસ સામે આવ્યા હતા જેમાં આરોગ્ય કર્મચારી તે સેન્ટર સી.એચ.સી સેન્ટર ટંકારીયાના અમિત.જે.લિબચીયા તથા સ્ટાફ ગામની આશા વર્કર બહેન ગ્રામ પંચાયત પાલેજ પોલીસ સહિત ગામમાં કોરોનાનાં અન્ય કેસ ના આવે એવી તેની દરરોજ આરોગ્યને લગતી કામગીરી કરતા હતા. બનાવની તારીખથી આજદિન સુધીમાં આખા સેગવા ગામનો સર્વે કરી આરોગ્યને લગતી તપાસ કરી ખાસ કરીને મોટી ઉંમરના વૃદ્ધો અને બાળકોને વધુ સાવચેતી રાખવાની સમજણ આપી રોગ સામે કઈ રીતે રક્ષણ અને સાવચેતી રાખવી એ વિષે સમજણ આપી આરોગ્ય તંત્ર દ્વારા ઉમદા કામગીરી બજાવી હતી.
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ