Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભારતીય કિસાન સંધ દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને પાઠવાયેલ આવેદનપત્રમાં ગૌચરની જમીનનાં વેચાણ દસ્તાવેજ અંગે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી.

Share

ભરૂચ જીલ્લા કલેકટરને ભારતીય કિસાન સંધ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં ભરૂચ જીલ્લાનાં વાગરા તાલુકાનાં ભેંસલી, સડથલા, કોઠીયાની ગૌચરની જમીનનાં ખોટી રીતે થયેલા વેચાણ દસ્તાવેજ બાબતની તપાસ કરી દસ્તાવેજ કરી આપનાર અને દસ્તાવેજ કરી લેનાર સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વાગરા તાલુકો પછાત તાલુકો ગણાતો હતો. જયાં ખેતીનો મુખ્ય આધાર વરસાદ હતો. ત્યારે વાગરા તાલુકાનાં ભેંસલી, ખોચબલ, સડથલા અને કોઠીયા ગામની જમીનોમાં ભૂખી ખાડીમાં આવતી દરિયાની ભરતીનાં કારણે ખારાશનું પ્રમાણ વધ્યું હતું ત્યારે વર્ષ 1856 ની સાલમાં અંગ્રેજ સરકાર દ્વારા દોષાભાઈ પેસ્તનજી નામનાં પારસી વ્યક્તિને ભેંસલી, ખોચબલ, સડથલા, કોઠીયા, વહીયાલ વગેરે ગામોની સરકારી જમીન નવસાધ્ય કરવા માટે આપી હતી. જે જમીનમાં ગામનાં લોકોને ઢોર ચારવા માટે છૂટ આપવામાં આવી હતી.

પરંતુ ત્યારબાદ વારસો દ્વારા ગામની વ્યક્તિઓને ઢોર ચારવા માટે મનાઈ કરવા જતાં ગ્રામજનો અને જમીનનાં વારસદારો વચ્ચે અવારનવાર ઝધડાઓ થતાં હતા તેવામાં તા.18-6-1940 નાં રોજ તે સમયનાં કલેકટરએ વાગરા તાલુકાને ભેંસલી, સડથલા, કોઠીયા, વહીયાલ ગામની જમીન નવસાધ્ય કરવા માટે આપેલ સરકારી જમીનમાં કેટલોક ભાગ ઢોર ચારવા નિયુકત કરેલ હતો. પરંતુ આવી ઢોર ચારણની જગ્યાનું પણ વેચાણ થવા માંડયું છે. જેની માહિતી આવેદનપત્રમાં પાઠવવામાં આવી છે તે સાથે ગૌચરની જમીનનો દસ્તાવેજ કરી આપનાર અને દસ્તાવેજ કરી લેનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. આ આવેદનપત્ર ભારતીય કિસાન સંધનાં જીલ્લા પ્રમુખ અજીતસિંહ રાજની આગેવાનીમાં આપવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

આતુરતાનો અંત આવ્યો,થોડો નજીક આવીને અનહદ આનંદ મળ્યો તને પળભર નિહાળીને…

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં બબુંસર ખાતે આવેલ સૂફી સંતની દરગાહનો જીર્ણોધ્ધાર કરાયો…

ProudOfGujarat

ભરૂચ : આવતીકાલે કોરોના રસીની “મેગા વેક્સિનેશન ડ્રાઈવ” યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!