Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : શાળા સંચાલકોની ફી દ્વારા કરાતી લૂંટ અંગે જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ તાળાબંધી કરવા જતાં NSUI નાં પ્રમુખની અટકાયત કરવામાં આવી.

Share

ભરૂચ પંથકમાં શાળાઓ હાલ કોરોના મહામારીના પગલે બંધ છે ત્યારે કેટલીક શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ સરકારી ગાઇડલાઇનનું ઉલ્લંધન કરી શાળા સંચાલકો વાલીઓ પાસેથી વારંવાર ફી ની માંગણી કરી રહ્યા છે ત્યારે NSUI નાં પ્રમુખ યોગી પટેલ દ્વારા આ અંગે જીલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું. પરંતુ તેનું અસરકારક પરિણામ ન આવતા આખરે તાળાબંધીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જેના પગલે પોલીસે NSUI નાં પ્રમુખ યોગી પટેલની તેમના ટેકેદારો સાથે અટકાયત કરી હોવાનું જાણવા મળી રહેલ છે. હજીપણ આ સમસ્યા અંગે આંદોલન ચલાવતા રહીશું એમ NSUI નાં પ્રમુખ યોગી પટેલે જણાવ્યુ હતું.

Advertisement

Share

Related posts

દુર્ગા પૂજા પર બાંગ્લાદેશમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા

ProudOfGujarat

માંગરોળ તાલુકામાં પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખને હાઇ કમાન્ડ દ્વારા રિપીટ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!