કોરોના મહામારીને પગલે અભ્યાસ ક્ષેત્ર પર પણ તેની અસર પડી છે. તેથી જ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા અંગે એક પછી એક નિર્ણય લેવાઈ રહ્યા છે. તેવા સમયે ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષા માટેની યોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન અપાઈ તેવી બોર્ડ મેમ્બરે માંગ કરી છે. બોર્ડ મેમ્બર ડૉ.પ્રિયંવદન કોરાટે આ બાબતે રજૂઆત કરતાં જણાવ્યુ છે કે કોરોના મહામારીમાં પૂરક પરીક્ષા યોજવી જોખમકારક સાબિત થઈ શકે તેમ છે તેથી ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં બે વિષયમાં અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એક વિષયમાં નપાસ થયેલ વિદ્યાર્થીઓ હાલ જુલાઇમાં પૂરક પરીક્ષા આપવા યોગ્યતા ધરાવે છે. તો તેમણે પણ CBSE ની જેમ પરીક્ષાઓ રદ કરી માસ પ્રમોશન આપવું જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.
Advertisement