ભરૂચ જીલ્લામાં કોરોના મહામારીનો કહેર સતત વધી રહ્યો છે. ગતરોજ કોરોના પોઝિટીવનાં કુલ કેસ 333 નોંધાયા હતા. પરંતુ વહેલી સવારે વધુ 13 કોરોના પોઝિટીવ કેસ જણાતા કુલ કોરોના પોઝિટીવ કેસનો આંકડો 346 સુધી પહોંચી ગયો છે. હજી પણ આજે આ આંકડો વધવાની સંભાવના નકારી શકતી નથી. તા.7-7-2020 નાં સવારનાં સમયે નોંધાયેલ કોરોના પોઝિટીવ 13 કેસોનું વિશ્લેષણ જોતાં ભરૂચમાં 8 કેસ, અંકલેશ્વરમાં 4 અને આમોદ નજીક આછોડમાં 1 કેસ કોરોના પોઝિટીવ આવેલ છે. આમ કુલ 13 કેસો પોઝિટીવ નોંધાયા છે. હજી આ સંખ્યામાં વધારો થાય તેવી સંભાવના જણાઈ રહી છે.
Advertisement