Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના વાયરસનાં દર્દીઓમાં મહા વધારો થઈ રહ્યો છે ત્યારે આજે ભરૂચ જિલ્લામાં કુલ 22 જેટલા કેસો નોંધાતા જિલ્લામાં કુલ સંખ્યા 333 ઉપર પહોંચી ગઇ છે.

Share

ભરૂચ જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના વાયરસનાં દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો જેમાં અનલોક 1 અને અનલોક 2 માં જિલ્લામાં કોરોના દર્દીઓનો આંકડો 200 કરતાં પણ વધુ પાર કરી ગયો છે. ભરૂચ જિલ્લામાં જંબુસર, અંકલેશ્વર અને ભરૂચ શહેર તાલુકો હોટ સ્પોટ બની ગયા છે. તાલુકાઓમાં રોજ રોજ કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા વધી રહી છે. સંક્રમિત થનારા લોકોમાં મોટાભાગે બહારથી આવીને રહેતા અને સંક્રમિત પીડિત લોકોનાં સંપર્કમાં આવ્યા બાદ સંક્રમણ થતા આવા લોકોની સંખ્યા છેલ્લા એક સપ્તાહમાં સો કરતાં પણ વધુ થઈ ગઈ છે. ભરૂચ જિલ્લામાં હોટ સ્પોટ શહેર તરીકે જંબુસર, ભરૂચ અને અંકલેશ્વર શહેર તાલુકામાં સંક્રમિત થનારા લોકોની સંખ્યા વધુ છે. આજે 22 કેસોમાં અંકલેશ્વરમાં 9, ભરૂચમાં 7, આમોદમાં 3, વાલિયામાં 1, જંબુસરમાં 1, હાંસોટમાં 1 મળી કુલ 22 લોકો સંક્રમિત થયા છે. આરોગ્ય તંત્ર દ્વારા થતી કામગીરીમાં લોકોનો સાથ મળતો નથી તેવું પણ જણાઈ રહ્યું છે. કેટલાક લોકો હજી પણ માસ્ક ધારણ કરતા નથી, સોશીયલ ડિસ્ટનસ પણ રાખતા નથી, બહારગામનાં રહીશો અવરજવર કરી રહ્યા છે. આમ જિલ્લામાં સંક્રમિત લોકોની સંખ્યા 333 ઉપર પહોંચી ગઇ છે.

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ ખાતે ફૈઝ યંગ સર્કલ કરજણ વક્ફ કમીટી દ્વારા જલારામ નગર પ્રાથમિક શાળા તેમજ હુસેન ટેકરી મદ્રેસાએ હુસેનીયા ખાતે રસીકરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ઉપરાછાપરી ચોરીના બનાવો પોલીસ માટે ચેલેન્જ

ProudOfGujarat

ડાકોર નજીક રખિયાલ -કાલસર રોડ પર અકસ્માત સર્જાતા દાદી-પૌત્રીને ગંભીર ઇજાઓ થતાં બંનેનું ઘટના સ્થળે મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!