ભરૂચ જીલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા વધવાની સાથે સાથે કોરોના દર્દીનાં મોત નીપજયાં હોય તેવા બનાવો બનતા અંતિમ સંસ્કાર કયાં કરવો તે અંગે વિવાદ ઊભો થયો હતો. અંકલેશ્વર અને ભરૂચનાં સ્મશાનની આજુબાજુ રહેતાં લોકોએ કોરોના પોઝિટીવ દર્દીઓનાં અંતિમ સંસ્કાર અંગે ઉગ્ર વિરોધ અને હોબાળો મચાવતા પોલીસતંત્ર અને સ્થાનિક લોકો આમને સામને આવી ગયા હતા. JCB મશીનો રોકી દેવાયા હતા. તેવા સમયે પોલીસ સમજાવટથી કામ લઈ આખરે નર્મદા નદીનાં કિનારે કોરોના પોઝિટીવ દર્દીની લાશની અંતિમ ક્રિયા કરવા માટે લોકો સહમત થયા હતા. ત્યારબાદ ગણતરીનાં કલાકોમાં જ કોરોના પોઝિટીવ મૃતકની લાશના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જેમાં સરકારી ગાઈડ લાઇનની સદંતર ઉપેક્ષા કરવામાં આવી અને સાથે લોકચર્ચા એવી પણ ચાલી કે કોઈપણ નિયમનું પાલન કરવામાં આવ્યું નહતું. કોરોના વોરિયર્સએ જે-તે સ્થળે PPE કીટો ઉતારી ફેંકી દીધી હતી તેવું પણ ચર્ચાઇ છે ત્યારે તેવી પરિસ્થિતીમાં લોકોનો વિરોધ યોગ્ય હતો એમ લાગી રહ્યું છે. ફેંકાયેલ PPE કીટો અને સરકારી ગાઈડ લાઇનનું ઉલ્લંધન કોરોનાનાં વાવાઝોડાને વધુ વેગવંતો બનાવે અને તેથી દર્દીઓ વધે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
ભરૂચ : કોરોના પોઝિટીવ દર્દીનાં અંતિમ સંસ્કાર બાદ PPE કીટ રઝળતી મળી.
Advertisement