સમગ્ર ભરૂચ જિલ્લામાં તા 6/7/2020 થી 11/7/2020 દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે તંત્ર સજ્જ થઈ ગયું છે. ભરૂચ કલેકટર દ્વારા દરેક તાલુકા કક્ષાએ આદેશ જારી કરવામાં આવ્યા છે. જેમાં વરસાદી પાણીનાં નિકાલની તાત્કાલિક વ્યવસ્થા ગોઠવવી, કોઈ જગ્યાએ વીજ કરંટ ન ઉતરે તે માટે પૂરતી કાળજી રાખવી, માટી ધસી પડે તે સમયે તાત્કાલિક અસરકારક કામગીરી કરવી, તેમજ માનવી કે પશુની જીવહાનિ ન થાય તે બાબતે ધ્યાન રાખી આવા સમયે તાત્કાલિક ધોરણે કામગીરી કરવી અને નદી તેમજ જળાશાયોની સપાટી અંગે રીપોર્ટ કરવા સૂચના અપાય છે.
Advertisement