હવામાન ખાતા તરફથી ભરૂચ જીલ્લામાં ભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી હતી. આ આગાહી સાચી પડતી હોય તેમ ભરૂચ જીલ્લામાં વિધિવત ચોમાસાની ઋતુની શરૂઆત થઈ હતી. સૂત્રોનાં જણાવ્યા અનુસાર આજે સવારે 6 વાગ્યા પૂરા થતાં 24 કલાક દરમ્યાન 120 મી.મી. વરસાદ સમગ્ર ભરૂચ જીલ્લામાં વરસ્યો હતો. જેમાં સૌથી વધુ હાંસોટ તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો. પરંતુ સવારે 6 થી 12 નાં સમય દરમ્યાન વરસાદનું જોર ઓછું થયું હતું. 6 થી 12 નાં છ કલાક દરમ્યાન માત્ર 15 મી.મી. વરસાદ વરસ્યો હતો. તેમાં પણ અંકલેશ્વર, ભરૂચ, હાંસોટ અને વાગરા તાલુકામાં ઝરમર વરસાદને બાદ કરતાં કોઈ નોંધપાત્ર વરસાદ વરસ્યો નહતો. આવા ઓછા વરસદમાં પણ ભરૂચમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. જે નગરપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી રહ્યું છે. પ્રિ-મોન્સુન કામગીરીની બાબત માત્ર કાગળ પર તેમ જણાયું છે તેથી જ ફુરજા ચાર રસ્તા, ગાંધી બજાર ચોક, ફાટા તળાવ વગેરે વિસસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો.
સેવાશ્રમ પંચબત્તી વિસ્તારમાં ધૂંટણસમા પાણી ભરાતાં રાહદારીઓ, વાહનચાલકોને પારાવાર તકલીફો પડી હતી. તદ્દન ઓછા પ્રમાણમાં વરસેલ વરસાદમાં જો ભરૂચની આ પરિસ્થિતી છે તો વરસાદ વધે ત્યારે ભરૂચની કેવી હાલત થશે તે અંગે અત્યારથી જ નગરપાલિકાએ વિચાર કરી આયોજન કરવું જોઈએ.
ભરૂચ જીલ્લામાં વરસાદી માહોલ બાદ શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં.
Advertisement