Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : વિડીયોકોન કંપનીમાંથી ચોરાયેલ કોપર વાયરનો જથ્થો ઝડપી 5 આરોપીની અટક કરતી અંકલેશ્વર શહેર પોલીસ.

Share

કેટલાક દિવસો અગાઉ ભરૂચ નજીક આવેલ ચાવજ પાસેની બંધ પડેલ વિડીયોકોન કંપનીમાંથી કોપર વાયરની ચોરી થઈ હોવાનો બનાવ બન્યો હતો. કોપર વાયર વેચાણ કરવા આવેલ 5 ચોરોને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડી 150 કીલો કોપર વાયર અને એક કાર જપ્ત કરેલ છે. ચાવજ પાસે આવેલ બંધ પડેલ વિડિયોકોન કંપનીમાંથી કેટલાક દિવસો પહેલા કોપર વાયરની ચોરીનો બનાવ બન્યો હતો આ બાબતે સી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ હતી. મોટા જથ્થામાં ચોરાયેલ કોપર વાયર અંગે પોલીસ તપાસ કરી રહી હતી તેવામાં અંકલેશ્વર શહેર પોલીસને બાતમી મળી હતી કે વાલિયા તરફથી કારમાં કેટલાક ઈસમો કોપર વાયરનું વેચાણ કરવા આવનાર છે તેવી બાતમીનાં આધારે પોલીસ વડા રાજેન્દ્ર સિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ ડી.વાય.એસ.પી ચિરાગ દેસાઈની સૂચના અનુસાર પી.આઈ ઓ.પી સીસોદીયા અને પી.એસ.આઈ વી.આર ઠુમ્મર દ્વારા વોચ ગોઠવાતા બાતમીવાળી કાર જણાતા તેને રોકી તેમાનાં કોપર વાયર અંગે તપાસ કરતા કોઈ સંતોષકારક જવાબ ન મળતા પોલીસે વધુ પૂછપરછ કરતા કારમાનાં વ્યક્તિઓનાં નામ યોગેશ જેરામ વસાવા રહે. પણસોલી તા. વાલિયા, પ્રકાશ રવિયા વસાવા, મુન્ના ખુમાન વસાવા, અલ્પેશ મંગેશ વસાવા, અનિલ લક્ષમણ વસાવા તમામ રહે. બેડી બાડા તા. વાલિયા જી. ભરૂચ જણાયા હતા. પોલીસે 150 કિલો કોપર વાયર કિં. રૂ. 45,000 અને કાર મળી કુલ રૂ.3 લાખ ઉપરાંતની મત્તા જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ પંડિત ઓમકારનાથ ઠાકોર હૉલ ખાતે કોંગ્રેસનો જન જાગરણ અભિયાન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે UPL ના યુનિટ 2 ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ એનાયત કરાયો.

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે પર કટારીયાના પાટીયા પાસે અકસ્માત સર્જાતા ૪ લોકોના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!