એ.ટી.એમ.ફ્રોડ, લોન-લોટરી ફ્રોડ, જોબ ફ્રોડ, શોપિંગ ફ્રોડ, આમીના નામે OLX/ફેસબુક એડમાાંથી ઓનલાઈન એડમાં ખરીદીને લગતા ફ્રોડ વગેરેમાં ભરૂચ સાયબર સેલ ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થાય છે. હાલમાં આ પ્રકારની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવેલ છે. જેમાં તમારું ATM કાર્ડ વેરિફાઇ કરવાનું છે અને હું બેંકનો મેનેજર બોલું છું તેમ જણાવી અરજદાર પાસેથી બેંકનાં ATM કાર્ડની ગુપ્ત માહિતી મેળવી નાણાંકીય છેતરપિંડી કરેલ જેમાં અરજદારનાં રૂ.23,815 ની રકમ ઓનલાઈન વોલેટમાં ટ્રાન્સફર થઈ ગયેલા હતા. આ બનાવમાં ભરૂચ સાયબર સેલ દ્વારા ભોગ બનનાર અરજદારને તાત્કાલિક મદદરૂપ થઈ એકશન લઈ ટેકનિક એનાલિસિસનાં આધારે છેતરપિંડીનો ભોગ બનનાર અરજદારનાં 100 % રકમ તેમના બેંક એકાઉન્ટમાં પરત મેળવી આપેલ છે. અજાણ્યા ઇસમો દ્વારા અનેક લોકો આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. બેંકોમાંથી મેનેજરનો ફોન આવે ત્યારે લોકો પોતાની બેંકની માહિતી આપી દેતા હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જેથી ભરૂચ સાયબર સેલ નાગરિકોને આવી બાબતોમાં સાવચેતી રાખવા જણાવે છે અને પોતાની બેંકની ગુપ્ત માહિતી કોઈને ના આપવા જણાવેલ છે.
ATM કાર્ડ વેરિફાઇનાં બહાને ગ્રાહકનાં OTP પ્રાપ્ત કરી નાણાંકીય છેતરપિંડીનાં કિસ્સામાં પૂરેપૂરી રકમ અપાવતી ભરૂચ સાયબર સેલ.
Advertisement