કોરોના મહામારીનાં પગલે ભરૂચ જીલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે વધતાં જતાં આંકની સામે મોતની સંખ્યા પણ વધી રહી છે. જે અંગે અંતિમ ક્રિયાની સમસ્યા વિવાદનું કારણ બનેલ છે. તાજેતરમાં જંબુસર ખાતે એક કોરોના પોઝિટીવને અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. આ મોત બાદ તેમનાં અંતિમ સંસ્કાર કયાં કરવા તેનો વિવાદ શરૂ થયો.
સૌ પ્રથમ અંકલેશ્વર રામકુંડમાં અંતિમ સંસ્કાર કરવાનો પ્રયાસ કરાયો ત્યારબાદ શાંતિવન ભરૂચ ખાતે અંતિમ સંસ્કારનો પ્રયાસ કરાયો પરંતુ તમામ સ્થળોએ વિરોધ થતાં અંતિમ ક્રિયા ના થઈ. આખરે સગા-સંબંધીઓને PPE કીટો આપી અંતિમ ક્રિયા કરવામાં આવી શું સહકારી ગાઈડ લાઇન પ્રમાણે યોગ્ય છે ખરું ? તા.3-7-2020 નાં રોજ કોરોના પોઝિટીવ દર્દીનું મોત નીપજયું આ સમાચાર વાયુ વેગે ફેલાતા શાંતિવન સ્મશાન ગૃહ ભરૂચ ખાતે લોકો વિરોધ કરવા પહોંચી ગયા હલ્લાબોલ કરતાં તંત્ર ફરી હરકતમાં આવ્યું. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા નર્મદા નદીના કિનારે અંતિમ ક્રિયા કરવા અંગે પ્રયાસ કરાયો JCB મશીન મંગાવ્યા પરંતુ આ બાબત પણ વાયુ વેગે ફેલાતા તરત જં લોકોનો ઉશ્કેરાટ, લોકોના ટોળાં નર્મદા નદીના કિનારે ઉમટી પડયા. એકબાજુ લોકો, બીજી બાજુ પોલીસતંત્ર વચ્ચે વાદ વિવાદ આ લખાય છે ત્યારે બપોરે ચરમસીમાએ પહોંચેલ વિવાદનો કોઈ ઉકેલ આવેલ નથી હવે શું થશે તે તો સમય જં કહેશે.
ભરૂચ નર્મદા નદીનાં કિનારા પર કોરોના પોઝિટીવ દર્દીની અંતિમ વિધિ કરવાના વિવાદ અંગે તંત્ર અને લોકો આમને સામને.
Advertisement