ભરૂચ જીલ્લામાં કોરોના મહામારીનો યુગ ચાલી રહ્યો છે. જેમજેમ કોરોના પોઝિટીવનાં દર્દીઓ વધતાં જઈ રહ્યા છે તેમતેમ કોરોનાથી મૃત પામેલ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. આવા સંજોગોમાં કોરોના રોગનાં પગલે મૃત પામેલા વ્યક્તિની લાશની અંતિમક્રિયા કયાં કરવી તે અંગે ખુબ મોટો અને જલદ વિવાદ ઊભો થયો છે. કેટલાંક દિવસ અગાઉ જંબુસરનાં એક દર્દીનું કોરોનાથી મોત નીપજયું હતું તેથી તેમની અંતિમક્રિયા માટે અંકલેશ્વરનાં રામકુંડ ખાતે મૃતદેહ લઈ જવાયો હતો પરંતુ ત્યાંનાં લોકોએ વિરોધ કરતાં મૃતદેહ ભરૂચ ખાતે લવાયો હતો જયાં પણ લોકોએ ખૂબ ઉગ્ર વિરોધ કર્યો હતો. આખરે મૃતદેહને સગા-સંબંધીઓને સોંપી દેવાયો હતો તેથી જંબુસરમાં અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ વિવાદ હજી સમ્યો નથી ત્યાં ગતરોજ ફરી એકવાર ભરૂચનાં સ્મશાન ગૃહ ખાતે કોરોનાથી મૃત પામેલ એક દર્દીની લાશ લવાઈ રહી છે તે વિવાદ વાયુ વેગે ફેલાતા આજુબાજુ રહેતા લોકો સ્મશાન ગૃહ ખાતે આવી પહોંચી હોબાળો મચાવ્યો હતો. આમ હવે ભરૂચ જીલ્લા તંત્ર દ્વારા કોરોનાનાં રોગથી મોત પામેલ વ્યક્તિનાં અંતિમ સંસ્કાર કયાં કરવા તેનો નિર્ણય તંત્રએ તાકીદે લેવો પડશે એમ લાગી રહ્યું છે.
ભરૂચ : કોરોનાને પગલે મોત પામેલનાં રઝળતા મૃતદેહને અંતિમક્રિયા અંગે ઠેર ઠેર લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો.
Advertisement