ખેડૂત પાસેથી રૂ.10 હજારની લાંચ લેતા ભરૂચનાં મદદનિશ સમાજ કલ્યાણ અધિકારી લાંચ રૂશવત વિરોધી શાખાનાં હસ્તે ઝડપાઇ ગયો હતો. આ બનાવ બનતા સરકારી કર્મચારીઓની દુનિયામાં સનસનાટી ફેલાઈ ગઈ છે. લાંચની આ ઘટનાની વિગત જોતા ભરૂચનાં ઠીકરીયા ગામનાં ખેડૂતને તળાવ ખોદવા બાબતે ઝઘડો અને વિવાદ થયો હતો પરતું તેઓ અનુસૂચિત જાતિનાં હોવાથી તેઓ સરકારનાં નિયમ મુજબ સરકારી સહાય મેળવવા પાત્ર હોવાથી ખેડૂતોએ સહાય મેળવવા અરજી કરી હતી. આ બાબતે મદદનિશ સમાજ કલ્યાણ અધિકારી હિમાંશુ જ્યંતીભાઈ સોંલકી હાલ રહે. સરકારી ક્વાટર્સને મળવા ખેડૂતો ગયા હતા તે સમયે અધિકારીએ 10% મુજબ રૂ. 30 હજારની લાંચની માંગણી કરી હતી. બીજી તરફ ખેડૂતોએ લાંચ રૂશવત વિરોધી શાખાનો સંપર્ક કરતા છટકુ ગોઠવાયું હતું. પરતું ઓફિસમાં અન્ય કર્મચારીઓ હોવાથી નીચે પાર્કિંગમાં કારમાં લાંચનાં નાણાં લીધા હતા જેથી એ.સી.બી. શાખાનાં અધિકારીઓએ તેને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડયો હતો તેમજ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ અંગે ટ્રેપ કરનાર અધિકારી પી.ડી બારોટ ઓ.ઇ. વડોદરા શહેર એસીબી તથા સ્ટાફ જયારે સુપરવિઝન અધિકારી જીબી પઢેરીયા એસીબી વડોદરાએ કામગીરી બજાવી હતી.
ભરૂચ : સરકારી કર્મચારી ખેડૂત પાસેથી રૂ. 10,000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો.
Advertisement