પશ્ચિમ રેલ્વે દ્વારા રેલ્વે ટ્રેક અને ફાટકોનાં મેન્ટેનન્સની કામગીરી ચાલુ હોઇ,અંકલેશ્વર રાજપીપલા રેલ્વે લાઇન પર કુંવરપરા ગામ નજીકની રેલ્વે ફાટક તા.૬ અને ૭ નાં રોજ મેન્ટેનન્સ કામ માટે બંધ રાખવામાં આવશે. રાજપારડી સ્થિત પશ્ચિમ રેલ્વે કાર્યાલયની એક યાદીમાં જણાવાયા મુજબ અંકલેશ્વર રાજપીપલા રેલ્વે લાઇન પર તરોપા અને રાજપીપલા સ્ટેશનો વચ્ચે કુંવરપરા ગામ નજીકની રેલ્વે ફાટક નંબર ૭૩ તા.૬ જુલાઈ સોમવારનાં સવારનાં ૮ વાગ્યાથી તા.૭ જુલાઈ મંગળવારનાં સાંજના ૬ વાગ્યા સુધી રિપેરિંગ કામ માટે બંધ રાખવામાં આવશે. સીસોદરા વાઘેથા ઓરી પંથક તરફ જવા આવવાવાળા વાહનો રિપેરિંગ કામગીરી દરમિયાન ફાટક નં.૭૩ પરથી પસાર થઇ શકશે નહિં. વધુમાં જણાવાયા મુજબ આ દરમિયાન વાહનોને લેવલ ક્રોસીંગ નંબર ૭૧ , ૭૨ અને એલએચએસ નંબર ૭૪ એ, ૭૫ એ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. તેથી ફાટક અને રેલ્વે ટ્રેકની રિપેરિંગ કામગીરીના આ બે દિવસો દરમિયાન વાહનોએ દર્શાવેલ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.