ભરૂચ જિલ્લામાં કોરોનાનો કાળો કેર યથાવત રહ્યો છે. તા 3/7/2020 નાં રોજ વધુ 13 કોરોના પોઝિટિવ કેસ ઉમેરાતા અત્યાર સુધી કુલ કોરોના પોઝિટિવ આંક 276 સુધી પહોંચી ગયો છે. 5 જંબુસર, 3 અંકલેશ્વર, 4 ભરૂચ અને 1 આમોદમાં કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. આંકડાકીય વિશ્લેષણ જોતા ભરૂચ જિલ્લામાં કોરોનાની રફતાર વધી રહી છે તે સાથે વિસ્તારનો વ્યાપ પણ વધી રહ્યો છે. કોરોનાની ઝડપ સામે કોરોના કાબુમાં લેવાના તમામ પ્રયાસો ટાચા સાબિત થઈ રહ્યા છે જેટલો કોરોના પોઝિટિવનો આંકડો વધે છે તેટલો લોકોમાં ભય વધી રહ્યો છે. જેમાં કોરોના સંક્રમિત વ્યક્તિમાં 1) નિલેષ ભાજીવાલા રહે.અંબિકા નગર, અંકલેશ્વર 2) મધુબેન ધનજીભાઇ સોલંકી રહે.અણખી ભાગોળ, જંબુસર 3) સરિફબીબી ગુલામ શેખ રહે.જલપુરા, જંબુસર 4) આદમ ઈસ્માઈલ ચાંદ રહે.ચાંદ સ્ટ્રીટ જંબુસર 5) પ્રવીણભાઈ પટેલ રહે.ધોબી ફળિયા ગજેરા,જંબુસર 6) અરવિંદભાઇ વસાવા રહે.સર્વોદય સોસાયટી,ભરુચ 7) શિવાંગી પી.મહેતા રહે.રત્ન નગર સ્ટે.રોડ,ભરૂચ 8) ધીરુભાઈ પરમાર રહે.બારોટ ખડકી,જંબુસર 9) મદન મોહન આર બરડ રહે. કોસમડી,અંકલેશ્વર 10) સલમા ખત્રી રહે.નીલકંઠ સોસાયટી,ભરૂચ 11) ઈસ્માઈલ કાલુભાઇ નવાબ રહે. દભોઈવાદ, ભરૂચ 12) બિપિન સુરતી રહે. દરજીવાદ ચૌટા બજાર 13) ઝરીના હનીફ પટેલ રહે.ભૂદ્રા ખડકી આછોડ, ભરૂચ.
ભરૂચમાં કોરોનાનો કાળો કેર યથાવત તા. 3/7/2020 નાં રોજ કોરોના પોઝિટિવનાં વધુ 13 કેસો જણાયા.
Advertisement