Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં છેતરપિંડીનાં વધતાં બનાવો સાઇબર ક્રાઇમ દ્વારા છેતરપિંડીનાં બનાવોમાં રકમ પરત મેળવાય.

Share

ભરૂચમાં સાઇબર ક્રાઇમનાં બનાવો વધુ બની રહ્યા છે. ત્યારે તાજેતરમાં PTM કંપનીનાં KYC અપડેટ કરાવવાના તેમજ પોતાની જાતને બેંક મેનેજર હોવાની ખોટી ઓળખ આપી ખાતેદારનાં બેંકનાં ગુપ્ત OTP મેળવી લેવાયા હતા. આમ કરી રૂ.42,633 ની છેતરપિંડી કરવામાં આવી હતી. જે અંગે ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન અને સૂચના મુજબ સાઇબર સેલની મદદથી કામગીરી કરી હતી અને એક અરજદારને બેંક મેનેજર બોલું છું આપણું ATM વેરિફાઇ કરવાને બહાને ATM કાર્ડની માહિતી મેળવી નાણાકીય છેતરપિંડી કરી હતી. તો બીજા જે અરજદાર સાથે PTM વોલેટના KYC અપડેટ કરવાનો મેસેજ આપી મેસેજમાં PTM કસ્ટમરકેરનો ખોટો નંબર આપ્યો હતો જે ઉપર PTM વોલેટના KYC અપડેટ કરવાને બહાને બેંકની ગુપ્ત માહિતી મેળવી નાણાંકીય છેતરપિંડી કરવામાં આવી હતી. આ બંને બનાવોમાં સાઇબર ક્રાઇમની ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને ભોગ બનનાર અરજદારનાં ખાતામાં રૂ.42,633 જમા આપવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

હાંસોટ તાલુકાના રાયમા ગામે વન ખારી ઉપર બનાવેલ નવા બ્રિજમાં થયેલ ભ્રષ્ટાચારના વિરોધમાં હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ProudOfGujarat

અંકલેશ્વર શહેરનાં પંચાયતી બજારમાં આવેલ મેવાડ ફળિયામાં રહેતી સાડા ત્રણ વર્ષની સાયમાં શેખએ રોજો રાખ્યો હતો.

ProudOfGujarat

ભરૂચમાં શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની અનોખી ઉજવણી કરાઇ.

ProudOfGujarat

1 comment

Mubarakabdullah July 3, 2020 at 8:32 am

Good job

Reply

Leave a Comment

error: Content is protected !!