Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની ભોલાવ હરિદ્વાર સોસાયટીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

Share

ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા વિદેશી દારૂનાં વેપલા સામે લાલ આંખ કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ LCB પોલીસને મળેલ બાતમી અનુસાર અને જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ LCB પી.આઇ જે.એન. ઝાલા અને તેમની ટીમ પી.એસ બરંડા તથા એ.એસ.ચૌહાણે જુદી જુદી ટીમો બનાવી હતી જે દ્વારા મળેલ બાતમીનાં આધારે ભોલાવની હરિદ્વાર સોસાયટીમાંથી આરોપી તથા સીઆઝ ગાડી તથા ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં બોક્ષ નંગ.20, કુલ પાઉચ નંગ.960 મળી કુલ રૂ.6,06,000 સાથે ઝડપી પાડયો હતો. આ અંગે આગળની કાર્યવાહી ભરૂચ સી ડિવીઝન પોલીસ કરી રહી છે. ઝડપાયેલ આરોપી સચિન બાબુભાઇ પંડયા રહે.દ્વારકાધીશ કોમ્પ્લેકક્ષ ચામુંડા માતાનાં મંદિર ઝાડેશ્વરની વધુ તપાસ સી ડિવીઝન પોલીસ કરી રહી છે. ઝડપાયેલ મત્તામાં વિદેશી દારૂનાં અલગ-અલગ પાઉચ નંગ 960 કિંમત 96,000, મોબાઈલ નંગ 1 કિં રૂ.10000, સીઆઝકાર કિં.5,00,000 મળી કુલ 6,06,000 ની મત્તા જપ્ત કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં લાગેલું “બંધારણની જોગવાઈઓ નહિ માનનાર દેશદ્રોહી છે” એવું બોર્ડ તંત્રએ ઉતારતા વિરોધ.

ProudOfGujarat

માંગરોળ : મોસાલી ચાર રસ્તા નજીક અકસ્માતમાં ઇજાગ્રસ્ત બાઇક ચાલકનું બે દિવસની સારવાર બાદ મોત.

ProudOfGujarat

ઘાસવાડાથી સંતરામપુર જતી ગૌવંશ ભરેલી પિકઅપ વાન પકડી ગૌવંશને બચાવી જીવદયાનું ઉત્કૂષ્ઠ ઉદાહરણ પુરૂ પાડતી કડાણા પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!