Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ખાનગી શાળા કોલેજોમાં એક સત્રની ફી માફી માંગતુ NSUI એ આવેદનપત્ર આપ્યું.

Share

ખાનગી શાળા કોલેજોમાં એક સત્રની ફી માફી માટેની માંગ સાથે NSUI એ ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. NSUI નાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર કોરોના મહામારી તેમજ મંદીનાં પગલે તેમજ લોક ડાઉનનાં કારણે જીલ્લાનાં લોકો અને ખાસ કરીને વાલીઓ કે જેમના સંતાનો શાળા કોલેજોમાં અભ્યાસ કરી રહ્યા છે તેમની આર્થિક પરિસ્થિતી સારી ના હોવાથી તેમણે એક સત્રની ફી માફી આપવી જોઈએ. આવેદનપત્રની સાથે વાલી જગતનાં અન્ય પ્રશ્નોની પણ છણાવટ કરવામાં આવી. ભરૂચ જીલ્લા કલેકટરને NSUI દ્વારા આવેદનપત્ર પાઠવવાનાં સમયે વાલીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદન અપાયું

ProudOfGujarat

ઝઘડિયા : રાજપારડીના યુવકે વીજ લાઇન પર લંગરીયું નાંખી કરી આત્મહત્યા.

ProudOfGujarat

ડાન્સ + સિઝન 5 લઈને પરત આવી રહ્યો છે!*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!