ભરૂચ શહેરમાં પાછલા વર્ષોમાં જાહેર રસ્તા ઉપર રખડતા ઢોરો અને જાહેરમાં યુદ્ધે ચડતાં આખલાઓને કારણે કેટલાય રાહદારી અને વાહન ચાલકો તેઓની અડફેટે આવ્યા બાદ ગંભીર ઈજાગ્રસ્ત થયા છે જ્યારે એક યુવાનનું મોત થયું હતું ત્યારબાદ ભરૂચ નગરપાલિકા દ્વારા આખલા પકડો અને રખડતા ઢોરો પકડવાનું અભિયાન શરૂ કર્યું હતું અને આ રખડતા ઢોરોને પકડવા માટે એક સંસ્થાને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે ત્યારે હજુ પણ ભરૂચ શહેરનાં રસ્તા ઉપર ઢોરો ફરી રહ્યા છે અને આજે પણ કસક સર્કલ સ્ટેશન રોડ તેમજ શક્તિનાં સર્કલ નજીક આવા ઢોરો ફરતા નજરે પડે છે. ત્યારે આજે ભરૂચ શહેરનાં શક્તિનાથ સર્કલ નજીક બે આખલાઓ જાહેરમાં યુદ્ધે ચડયા હતા જેને લઇને વાહનચાલકો આજુબાજુનાં દુકાનદારોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. જોકે થોડીવાર બાદ આ યુદ્ધ પૂરું થતાં આખલાઓ એમના રસ્તે ચાલતા થયા હતા. ત્યારે હવે આખલાઓનાં કારણે જો કોઇ રાહદારી કે વાહન ચાલક અડફેટે આવ્યો હોત તો દુર્ઘટના સર્જાવા પામી હોત તો તેના માટે જવાબદાર કોણ નગરપાલિકા તો પછી એમને જેમણે કોન્ટ્રાક આપ્યો છે તે. એજન્સીની આ બાબતમાં યોગ્ય તપાસ થાય અને માલિકો સામે પગલાં ભરવામાં આવે તેવી માંગણી સ્થાનિક લોકો કરી રહ્યા છે.
ભરૂચ શહેરનાં શક્તિનાથ સર્કલ નજીક બે આખલાઓ જાહેરમાં યુદ્ધે ચડતાં લોકોના જીવ તાળવે ચોંટયા હતા.
Advertisement