ભરૂચ જિલ્લામાં દિવસે દિવસે કોરોના વાયરસથી સંક્રમિત થવાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે જિલ્લામાં હવે એક પણ તાલુકો કોરોના સંક્રમિતથી બાકી રહ્યું નથી. આજે ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા 9 ઉપર પહોંચી હતી. જેમાં ભરૂચ તાલુકા અને શહેરમાં પાંચ લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા જેમાં સંજય કુમાર કાયસ્થ હાજીખાના બજારનાં રહેવાસી તેમજ ભરૂચની અયોધ્યા નગરનાં હાર્દિકાબેન સુતરિયા ભરૂચની ગણેશ સૃષ્ટિ સોસાયટીનાં ડોક્ટર અશોક પ્રભાત તેમજ રુદ્ર કેસ સોસાયટીનાં રહી રાજેશભાઈ સરવૈયા નાઓનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે અંકલેશ્વરનાં પૂન ગામનાં રહીશ વિરલ ચૌહાણ તેમજ અંકલેશ્વર તાલુકાનાં હજાત ગામનાં રહીશ ભૌમિક પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે વાગરા તાલુકાનાં રુકસાનાબેન પટેલ જંબુસર તાલુકાનાં રાઠોડ વાસમાં રહીશ ઈસ્માઈલ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાયરસથી સંક્રમિત થનારની સંખ્યા 9 ઉપર પહોંચી છે જ્યારે કુલ જિલ્લામાં સંક્રમિત થનારા લોકોની સંખ્યા 219 ઉપર પહોંચી છે. ભરૂચ જિલ્લામાં આજે કોરોનાથી સંક્રમિત થનારા લોકોમાંથી સારવાર દરમિયાન આમોદનાં રહીશ હર્ષદ પટેલ અને વાગરાનાં વસ્તી ખંડાલી ગામનાં સલીમભાઈ પટેલનું સારવાર દરમ્યાન મોત થયું હતું. જિલ્લામાં કુલ 13 લોકોના મોત સારવાર દરમિયાન થયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
ભરૂચ જિલ્લામાં કુલ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 219 ઉપર પહોંચી જયારે આજે બે લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.
Advertisement