Proud of Gujarat
FeaturedGujaratINDIA

અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા જિલ્લાની તમામ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને હજુ સુધી શિષ્યવૃતિ તથા ટેબ્લેટ ના મળતા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Share

વિદ્યાર્થી શિક્ષણક્ષેત્રે જેની સાથે જોડાયેલુ રહે છે તેવું વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તથા શિક્ષણનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે સતત સક્રિય રહે છે. કલેકટરશ્રીને જિલ્લાની વિવિધ કોલેજમાં અભ્યાસ કરતાં અનુસુચિત (SC), અનુસુચિત જનજાતિ (ST), તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત (OBC) વર્ગનાં વિદ્યાર્થીઓને હજી સુધી શિષ્યવૃત્તિ મળેલ નથી અને આશરે હજારો વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત છે તો તેમના માટે આ વિષયોને ગંભીરતાથી લઈ તે તેમનાં પક્ષમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે તથા જયારે રાજયભરમાં ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે ત્યારે સરકારશ્રી દ્વારા પ્રાપ્ત થતાં ટેબ્લેટ હજુ સુધી કોલેજ પ્રસાશનની બેદરકારીનાં કારણે પહોંચ્યા નથી. તેથી વિદ્યાર્થીઓને વહેલી તકે શિષ્યવૃત્તિ તથા ટેબ્લેટ મળે એવી વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે.

Advertisement

Share

Related posts

કોરોના દર્દીના સગાઓ અને ફરજ પરના હોમગાર્ડ જવાનો માટે દેડિયાપાડાના સેવાભાવી દંપતીની નિ:સ્વાર્થ ભાવની અનોખી સેવા.

ProudOfGujarat

કિસાન સુર્યોદય યોજના હેઠળ પંચમહાલ જીલ્લાના બાકી રહેલા ફિડરો પર ખેડુતોને દિવસે વીજળી આપવા માટે જીલ્લા પંચાયતના ઉપપ્રમુખની માંગ.

ProudOfGujarat

પાલેજ બરોડા બેંકનું એન્ટ્રી મશીન તેમજ એ.ટી.એમ મશીન લાંબા સમયથી બંધ રહેતા મુશ્કેલી સર્જાવા પામી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!