સરકાર લગભગ દરરોજ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો કરતી જાય છે. દેશની પ્રજા ઉપર અસહય ભાવ વધારો ભાજપ સરકાર તરફથી કરવામાં આવી રહ્યો છે. તેથી આ અસહય અને દરરોજ કરતાં ભાવ વધારાનાં વિરોધમાં કોંગ્રેસ રાજય વ્યાપી વિરોધ પ્રદર્શનનાં કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ ભરૂચ શહેર કોંગ્રેસે કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજયો હતો તથા આ ભાવ વધારાનાં અનુસંધાને ભરૂચ કલેકટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું.
હાલ સમગ્ર દેશમાં કોરોના વાઇરસનું મહા સંકટ અને લોકડાઉનમાં ઠપ થયેલા વેપાર-ધંધા રોજગારીથી સામાન્ય માણસ અતિ મુશ્કેલીમાં મુકાયા છે.ત્યારે આવા મુશ્કેલીનાં સમયે લોકડાઉનનાં છેલ્લા ત્રણ માહિનામાં સરકારે પેટ્રોલ-ડીઝલનાં ભાવોમાં તથા સેન્ટ્રલ એકસાઈઝ ડયુટીમાં વારંવાર તથા ગેરવ્યાજબી વધારા કરી દેશની જનતાને મુશ્કેલીમાં મૂકી દીધી છે અને મોદી સરકારની આ ઉધાડી લૂંટ છે, તથા પ્રજાને પડતી મુશ્કેલી અને હાડમારીમાંથી સરકાર નફાખોરી કરી રહી છે. મે 2014 થી જયારથી ભાજપ સત્તા ઉપર આવી ત્યારથી પેટ્રોલ પર એકસાઈઝ ડયુટી રૂ.9.20 પ્રતિ લિટર તથા ડીઝલ પર રૂ.3.46 પ્રતિ લિટર હતી. છેલ્લા છ વર્ષમાં ભાજપની કેન્દ્ર સરકારે પેટ્રોલ ઉપર રૂ.23.78 પ્રતિ લિટર તથા ડીઝલ ઉપર રૂ.28.37 પ્રતિ લિટર એકસાઈઝ ડયુટીનો વધારો કરવામાં આવ્યો છે. માત્ર છેલ્લા સાડા ત્રણ માહિનામાં ભાજપની મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘરખમ વધારો કર્યો છે. દેશની પ્રજાને છેતરી તેના પરસેવાની કમાણીમાંથી નફાખોરી કરનારી સરકારનું આ શોષણ કેટલું ખરાબ કહેવાય.
ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાનાં વિરોધમાં ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
Advertisement