ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો સતત વધી રહ્યો છે. હાલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૨૦૦ ને પાર પહોંચી ગયો છે અને ભરૂચમાં મેડિકલ સ્ટાફ, ડોક્ટરો, નર્સ, સફાઈ કર્મચારીઓ વગેરે પોતાના જીવનની પરવા કર્યા વગર કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ ચર્ચા ચાલે છે કે શહેરના અમુક ખાનગી ડૉક્ટરો કોરોના મહામારી ના સમય નો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. તેઓ પોતાના પેશન્ટોને જુદી-જુદી લેબોમાં ટેસ્ટ કરવા મોકલી રહ્યા છે. જો કે કોરોના શંકાસ્પદ કેસ હોયતો ટેસ્ટ કરવવો ફરજીયાત છે. અને સરકારી હોસ્પિટલમાં આ ટેસ્ટ નિઃશુલ્ક છે. પરંતુ આ ડોક્ટરો કોરોના વાયરસ નો શંકાસ્પદ કેસ હોય તો ફરજીયાત છે. અને સરકારી હોસ્પિટલ માં ભાઈઓ કરી પેશન્ટોને લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા મોટી પરંતુ આ ડોક્ટરો કોરોના વાયરસ નો ખોટો ભય ઉભો કરી પેશન્ટૉ ને લેબોરેટરી માં ટેસ્ટ કરાવવા મોકલી દે છે. પેશન્ટ ને શરદી, ખાંસી જેવા સામાન્ય લક્ષણો માં પણ તેમને જુદા-જુદા ટેસ્ટ કરવા લેબોરેટરી માં મોકલે છે જ્યાં તેમનું કમિશન હોવાની ચર્ચા શહેરમાં ચાલી રહી છે. કહેવાય છે કે તાજેતરમાં ભરૂચમાં શહેરી વિસ્તારના એક નામાંકિત ડોક્ટર કોરોના પોઝિટિવ બાબતે ભરૂચ પોલીસ ને ખોટા ફોન કરતો હતો. આ મામલે તેને પ્રજા દ્વારા મેથીપાક નો સ્વાદ ચાખવો પડ્યો હતો. આ એક ગંભીર બાબત કહી શકાય સરકારીતંત્ર, આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્ર આ બાબતે ગંભીર નોંધ લઈ આવા તત્વો સામે કડક હાથે કામ લઇ કાયદેસરની કાર્યવાહીની તજવીજ કરવી જોઈએ. વહીવટી તંત્રે આવા તત્વો વિશે ગુપ્ત માહિતી મેળવી તપાસ ચલાવી. આવા તત્વો ને ઝેર કરવાની કાર્યવાહી કરવી જોઈએ. પ્રજામાં કોરોના વિશે જાગૃતિ ફેલાવવાની ની જગ્યાએ ભય ફેલાવનારા આવા લાલચુ અને લેભાગુ તત્વો સામે લાલ આંખ કરી પ્રજા નું શોષણ થતું અટકાવવાનો પ્રયાસ આરંભવો જોઈએ તેવી લોક માંગ ઊભી થવા પામી છે. સમગ્ર ઘટનાની લોકો માં ભારે ચર્ચા ચાલી રહી છે.
કોરોના વાયરસ નો ખોટો ભય ઊભો કરી તેનાથી લાભ ઉઠાવનાર ભરૂચ શહેરના ડોક્ટરો કોણ…???
Advertisement